આ કોણ છે ?

 આ કોણ છે ?
  


હું એક બુકશોપમાં ગયો , મારા મિત્રને મળવા . આ બુકશોપનું નામ છે. "અક્ષરભારતી". કેટલું સારું નામ !  ત્યાં એક સ્વીટ અને હસમુખી બેબીને તેની મમ્મી સાથે જોઈ. તે તેની મમ્મીને એક બુક દેખાડીને તેના  લેખક વિષે  વાતો કહી રહી હતી. 
મને આ જોઇને મજા પડી આથી, હું ત્યાં ઉભો રહ્યો. બેબીએ  મારી સામે જોઇને આત્મવિશ્વાસથી સ્મિત કર્યું . મેં પૂછ્યું " તું મને ઓળખે છે ?" તેની મમ્મીએ જવાબ આપ્યો." નાં તે તમને જાણતી નથી પણ હું તમને જાણું છું. તમે ઈંગ્લીશ શીખવાડવાના ક્લાસ ચલાવો છો . અમે બંને  તમારા ક્લાસમાં જોડાવા ઈચ્છીએ છીએ . અમે કયારે આવીએ ? મેં બંનેને પર્સનાલીટી ડેવલોપમેન્ટ અકાદમીમાં આવવા માટે આમન્ત્રણ આપ્યું.        

બીજા દિવસે સવારે તે આવી પણ તેની મમ્મી તેની સાથે ન હોતી . તે ઉત્સાહથી ભરપુર , નિર્દોષ તરુણીને મેં ઉત્સાહથી પૂછ્યું " તને  ઈંગ્લીશ બોલતાં ફાવે છે ? તે એક ક્ષણ કઈ ન બોલી અને પછી એકદમ ઝડપથી ઇંગ્લીશમાં બોલવા લાગી. તે તેનાં કુટુંબ, શોખ અને જીવન વિષે બોલવા લાગી અને હું સાંભળતો  ગયો. થોડા સમય બાદ મેં તેને કહ્યું " હું ઈંગ્લીશ શીખવાડવા માટે એક વિડીયો કોર્સ બનાવી રહ્યો છું. તેમાં તું મને મદદ કરી શકે ?" તે બોલી " શું તમે મારા પર  વિડીયો બનાવશો ?  મેં " હા પાડી "  બેબી તો એકદમ ખુશ થઇ ગઈ!  અમે ૮ દિવસ સુધી શૂટિંગ કર્યું અને એક બેસ્ટ વિડીયો કોર્સ તૈયાર કર્યો . આ વિડીયો કોર્સનું નામ છે " કોમ્યુનિકેશન માટેનું ઈંગ્લીશ( Communicative English )      



આ વિડીયો પ્રોગામની મદદથી મેં મારા અનેક વિધાર્થીઓને ઇંગ્લીશમાં વાતચીત કરતાં કર્યા છે પણ તેમાં ફાળો આ બેબીનો પણ છે. 
આ પ્રોગામનો એક નાનકડો વિડીયો યુ ટ્યુબ પર છે      

watch this video from YouTube. 



અરે , હું તેનું નામ કહેતા તો સાવ ભૂલી ગયો ! 
તેનું નામ છે રીતુ શાહ ! 
મેં તેની સાથે આ વિડીયો પ્રોગ્રામ કર્યો તેના અનેક વર્ષો બાદ તે મને મળી . તે પણ " કચ્છ એક્ષ્પ્રેસ " માં તે મુંબઈ જતી હતી અને હું પણ તેના સાથે ટ્રેનનાં ડબ્બામાં હતો . ત્યારે બહુ વાત ન થઈ શકી . મારા સાથે એક સાંસદ હતાં તેઓ દિલ્હી જઈ રહ્યાં હતાં અને હું તેમના સાથે પ્રવાસ કરી રહ્યો હતો અને તે તેના ફ્રેન્ડ સાથે ફોન પર વાત કરવામાં વ્યસ્ત હતી. 
થોડા દિવસ પહેલા મને મારા ફ્રેન્ડે કહ્યું " રીતુ મિલાનમાં છે ?  મેં કહ્યું  " એમકે ! મિલાન કયાં છે ?" 
તે બોલ્યો " અરે યાર, મિલાન ઈટાલીનું કેપિટલ ! એટલીય ખબર નથી !  "  " ઓહ્હ, !" મને નવાઈ લાગી ! રીતુ તો આટલી નાની બેબી ને મિલાનમાં કઈ રીતે પહોચી હશે ?"   મેં સર્ચ ઇન્જીનમાં ફેસબુકમાં જઈને સર્ચ કર્યું તો મને રીતુનો સંપૂર્ણ ડેટા મળ્યો. 
રીતુ ભુજથી મુંબઈ ગઈ . ત્યાં ગ્રેજ્યુએટ થઇ. નોકરી કરી . પુનામાં એમ.બી.એ. કર્યું . મિલાનમાં મેરેજ કર્યા.
મેં તેની સાથે વિડીયો બનાવી છે તેમાં મેં તેને પૂછ્યું હતું " મોટી થઈને કઈ કરિયર પસંદ કરીશ ? "  ત્યારે જ તે  બોલી " મેનેજમેન્ટ" મેં તેને પૂછ્યું " તારો મુખ્ય શોખ ? " તે બોલી " વિશ્વપ્રવાસ" 
 ફેસબુક વાંચતા વખતે તેનાં આ શબ્દો યાદ આવ્યા .
તેણે બોલીને કરી બતાવ્યું !
એક ઈંગ્લીશ કોચથી ઈન્ટરનેશનલ મેનેજર!
ભુજથી મુંબઈ અને મુંબઈથી મિલાન!  
જય હો !       
  
        મને એ વાતની ખુશી છે કે તેની  સાથે મેં કામ કર્યું અને અમે એક સુંદર વિડીયો પ્રોગ્રામ બનાવ્યો     
ગુજરાતમાં ઈંગ્લીશ મીડીયમની સ્કૂલો જેટલી વધી છે. તેનાંથી અનેક ઘણી  સારા ઈંગ્લીશ કોચની ડીમાંડ વધી છે. કારણકે સારા ઈંગ્લીશ કોચ બનાવતી શાળાઓ છે જ નહિ ! 
રીતુ શાહ સોળ વર્ષની ઉમરે શ્રેષ્ઠ સંવાદ્કાર હતી .
અમારો શિક્ષણનો સિતારો ! 
તમે  પર્સનાલિટી ડેવલોપમેન્ટ અકાદમીમાં ઈંગ્લીશ કોચ તરીકે તાલીમ મેળવશો તો તમને નીચે જણાવેલાં ફાયદા થશે.    

ફાયદા :

1. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારી સંવાદ્કલા વિકસિત થશે.
2. તમારી અંગ્રેજી ભાષા સુધારશે.
3.સમાજમાં સન્માન વધશે.
4. વિધાર્થીઓ અને વાલીઓનો પ્રેમ મળશે.
5. આવક મળશે.
6. તમારું નેટવર્ક , મિત્ર વર્તુળ વધશે.
7. તમે ઈંગ્લીશ કોચ હશો તો જીવનભર ઉત્સાહથી સભર રહેશો.
8. એક સારા શિક્ષક બની કુટુંબ અને સમાજની સેવા કરી શકો છો.  
9. તમને ગુજરાત અને બીજે ક્યાય પણ નોકરી મળી જશે કારણ કે ઈંગ્લીશના શિક્ષકની ખુબજ ડીમાંડ છે. અનેક શાળા , કોલેજ ઈંગ્લીશ મીડીયમમાં ભણાવે છે. પણ સારા શિક્ષકોની અછત છે. 

અમે અમારા ઈંગ્લીશ કોચને સર્જનાત્મક રીતે ઈંગ્લીશ શીખવાડવાની તાલીમ આપીએ છીએ.   

 સર્જનાત્મક શિક્ષણ એટલે શું?


શિક્ષણ એક સર્જનાત્મક કળા છે. ભાષા તો ખુબ જ સરસ રીતે સર્જનાત્મક રીતે શીખવાડી શકાય છે. આ મારો જાત અનુભવ છે. તમે ઈંગ્લીશ ગીતો, સંવાદો, નાટકોની મદદથી શીખવાડી શકો છો.
તમે કોમ્યુટરનો ઉપયોગ ભાષા શીખવાડવા માટે અનેક રીતે કરી શકો . જેમકે તમે કોમ્યુટરની મદદથી ટોક શો, સારા અને સફળ  વ્યક્તિનાં ઈન્ટરવ્યું ઇંગ્લીશમાં દેખાડી શકો.  તમે સારા ઈંગ્લીશ ફિલ્મને સબ ટાઈટલ સાથે દેખાડી શકો. 
તમે નાટકનું સર્જન કરીને ઈંગ્લીશમાં વાક્ય રચનાઓ કરીને હસતા , હસવતા બાળકોને  ઈંગ્લીશ શીખવાડી શકો  છો.        

નીચેની વિડીયો કલીપ જુવો . મેં થોડા સમય પહેલાં એક નાટકથી ઈંગ્લીશ શિખવાડવાનું  કાર્ય શરુ કર્યું છે. આ નાટકનું નામ છે. સન રાઈઝીઝ





           . એક સારો શિક્ષક એક સારો કલાકાર પણ હોય છે.



અમે પર્સનાલીટી ડેવલોપમેન્ટ અકાદમીમાં ૨૦૦૪થી ઈંગ્લીશ કોચના તાલીમ પ્રોગ્રામ્સ કરીએ છીએ .  ઘણા લોકો આ તાલીમ પછી સારા શિક્ષક બન્યાં છે. તેઓમાંથી કેટલાક બીજી કરિયર પસંદ કરીને ખુબ જ વિકસી ગયા છે.  આમાંથી કેટલાક લોકોને મળવા માટે નીચેની લીંકને કિલક કરો.

અમારા ઈંગ્લીશ કોચને મળો. 

 અમે તેઓને ઈંગ્લીશ કોચ કહીએ છીએ કારણકે તેઓ દરેક વિધાર્થીને સામે બેસીને ૧ શિક્ષક-૧ વિધાર્થી-૧ કોમ્યુટરનો ( ૧-૧-૧) ઉપયોગ કરીને તાલીમ આપે છે.                         


તમે ઈંગ્લીશ કોચનાં તાલીમ પ્રોગામમાં શું શીખો છો ?

પર્સનાલિટી ડેવલોપમેન્ટ અકાદમીમાં આ કોર્સ દરમ્યાન નીચેની બાબતો શીખવાડવામાં આવે છે. 


1. વિધાર્થીની જરૂરત જાણવા માટેની સંવાદ કળા : કાઉન્સેલિંગ, સલાહકારની કળા  
2. ઇંગ્લીશની ટેસ્ટ , કસોટી લેવી અને તેનું અર્થઘટન કરવું. 
3. દરેક વિધાર્થીની જરૂરીયાત મુજબ કોર્સને ડીઝાઇન કરવો 
4. કોમ્પ્યુટરની મદદથી ઈંગ્લીશ શીખવાડવું. 
5. ઈંગ્લીશ કોચ પોતાનાં મનને શાંત , સ્વસ્થ અને એકાગ્ર કરતાં શીખે છે અને વિધાર્થીઓને પણ તે શીખવાડે છે. 
6. ઈંગ્લીશ વ્યાકરણના ખ્યાલો વિવિધ ક્રિયાઓની મદદથી શીખવા. 
7. ઈંગ્લીશ જાહેરમાં બોલવાની કળા ( પબ્લિક સ્પીકિંગ )
8. અભિનય કળા (Acting skills.)
9. જાહેર પ્રોગામનું આયોજન કરવાની કળા , પ્રચાર અને તમારી સેવાઓની વેચાણ કળા 
ઈંગ્લીશ કોચનો પ્રોગામ વેકેશન દરમ્યાન અથવા સમગ્ર વર્ષમાં તમારા સમયની અનુકુળતાથી કરી શકાય છે.   

How can you join English  Trainer / English coach program  ?

તમે ઈંગ્લીશ કોચના પ્રોગામમાં કેવી રીતે જોડાઈ શકો ?  

Call: 9426 214 800
Or  visit personality development Academy






Comments

Popular posts from this blog

મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ?

Neerav Gadhai's introduction

નીરવ ગઢાઈનો પરિચય :