તમારે તમારી સંવાદ્કલા શા માટે સુધારવી જોઈએ ? નીરવ
તમારે તમારી સંવાદ્કલા શા માટે સુધારવી જોઈએ ?
સફળ અને સુંદર સંવાદ કળા સૌને માટે
હું જયારે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી એન્જીયરીગનો ડીગ્રી કોર્સ કરતો હતો ત્યારે,હું અંગ્રેજીમાં વાચી શકતો ન હતો. અમે કોલેજના બધા જ લેકચર ભરતા પણ હું એક પણ વિષય સમજી શકતો ન હતો. હું અંગ્રેજીમાં લખી પણ શકતો ન હતો. હું જોઈ જોઈ ને જનરલ લખતો અને ડરતાં ડરતાં વાયેવા આપવા જતો. આ બધું એટલે થતું કે મને પરીક્ષામાં પાસ થવું હતું, મને સારા માર્ક્સ જોઈતાં હતાં , મને સારો નંબર જોઈતો હતો. મને ગોલ્ડ મેડલ જોઈતો હતો . મને મારા પ્રોફેસરોની શાબ્બાશી જોઈતી હતી , મને મારા માતા પિતાને ખુશ કરવા હતાં. મને મારી મનગમતી છોકરીનો પ્રેમ જોઈતો હતો.
અને આજ કારણોથી મેં કયારેય સારું રીતે વાંચવા , સારી રીતે વિષયને સમજવા અને સારી રીતે લખવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું જ નહીં.
જયારે મેં એન્જીન્યરીગનો કાર્સ કરી અને મુંબઈમાં પગ મુક્યો ત્યારે હું ઇંગ્લીશમાં વાત કરી શકતો ન હતો. હું ઇંગ્લીશમાં કશુય મારી રીતે લખી શકતો ન હતો. હું ફોન પર વાત કરતાં ગભરાતો કારણકે મારી મારી કંપનીમાં આવતા બધા કોલ અંગ્રેજીમાં બોલતા લોકોના જ આવતાં. હું મારા બોસથી પણ ગભરાતો , તે જે બોલાતી તે હું સમજી ન શકતો અને તેને "નથી સમજ્યો , ફરીથી કહોને બેન " તે કહેવાની મારી હિમ્મત ન હોતી !
ત્યાર બાદ મેં ઇન્ડો અમેરિકન સોસાયટીનાં ક્લાસ જોઈન કર્યા અને ત્યાર બાદ નાઝરાથ સ્પીકર્સ અકાદમીમાં પબ્લિક સ્પિકીન્ગનો કોર્સ કર્યો . ધીરે ધીરે હું સંવાદ કળા શીખવા લાગ્યો.
પણ મને સંવાદ કળા શીખવાડનાર મારા સાચા ગુરુ તો મારા મામા કશ્યપ ઠકકર છે. તેઓ એક ઉદ્યોગ સાહસિક અને સુપર સેલ્સમેન છે. તેઓ ૬ ભાષાઓ કડકડાટ બોલી શકે છે. તેઓ તેમની સંવાદ કલાથી અનેક પ્રકારના બીઝનેસ કરી શક્યાં છે. હું તેમનો દિલથી આભારી છું કારણકે તેમણે મારામાં અંગત રસ લઇ , મને સંવાદ કળા શીખવાડી ..
હું મારા મહાન ગુરુ ને થોડા વર્ષ પહેલા મળ્યો , મેં તેમની સાથે કામ કરવાની ઈચ્છા દર્શાવી અને તેમણે મારી સાથે કામ કરવાની સવિનય નાં પાડી દીધી. થોડા સમય પછી તેમને મારી સિન્સિયારીટીનો ખ્યાલ આવ્યો ત્યારે તમને મને પર્સનલ તાલીમ આપી, સેમિનારમાં બોલાવ્યો અને તેમના અનેક વિડીયો પ્રોગ્રામ મને ભેટ આપી દીધા! આ વિડીયો પ્રોગ્રામ્સ અને સેમિનારથી હું શીખ્યો છું અને શીખતો રહું છું. આ મહાન ગુરુનું નામ છે. રૂષિકુમાર પંડ્યા , તેમને શ્રી નરેન્દ મોદીને પણ સંવાદ કળા શીખવાડી છે. જે ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે.
અમારા અનેક કોર્સમાંથી પ્રચલિત કોર્સની વિડીયો નીચે આપેલી છે. તે જુવો .
મને સંવાદ્કલાનાં સેમીનાર , વર્કશોપ્સ કરવાના ખુબ જ ગમે છે કારણકે તે જીવનમાં ખુબ જ ઉપયોગી તાલીમ છે. હું આ કામ છેલ્લા ૨૭ વર્ષથી કરી રહ્યો છું . હું એક વ્યક્તિને પણ તાલીમ આપું છું તે પર્સનલ કોચિંગથી ! કારણકે મારા ગુરુ શ્રી.રૂષિકુમાર પંડ્યા પર્સનલ કોચિંગથી તાલીમ આપવાની મને સલાહ આપી ગયા છે. જે હું માન્ય રાખું છું.
તમારે શા માટે સંવાદ કલાની તાલીમ લેવી જોઈએ ?
જો તમે ઈજનેર હશો અને તમે સંવાદ કળા નહિ જાણતા હોવ તો તમે કરિયરનાં વિકાસમાં અનેક મુશ્કેલી અનુભવશો. જો તમે ડોક્ટર હશો અને સારો સંવાદ તમારા દર્દી સાથે નહી કરી શકો તો તમે તેને સંતોષ નહિ આપી શકો અને તમારા દર્દીને ગુમાવશો. જો તમે સેલ્સમેન હશો અને તમે સારો સંવાદ નહિ કરો તો તમારા ગ્રાહકોને ગુમાવશો. જો તમે નોકરીની ઈચ્છા ધારવતા યુવાન હશો અને સારો સંવાદ નહિ જાણતા હોવ તો ઇન્ટરવ્યુંમાં ફેલ થશો. અરે, નોકરીની વાત તો દુર રહી સારી છોકરી પણ નહિ મેળવી શકો ! તમે સારા બીઝનેસમેન થવા માંગતા હોવ તો તમને સારો સ્ટાફ જોઈએ , બેંક લોન જોઈએ , ગ્રાહકો જોઈએ આ બધા ને માટે સંવાદ કળા ખુબ જ જરૂરી છે !
Communication skills are must for everyone.
સંવાદ કળા બધાય ને માટે જરૂરી છે.
મને સંવાદ્કલા શિખવાડવાનું ખુબ જ ગમે છે. હું મારા સેમિનાર, વર્કશોપ્સ અને પર્સનલ કોચિંગમાં મુખ્યત્વે નીચેની આવડતો વિકસાવવામાં મદદ કરું છું .1. Speaking skills.કથન કળા
2. listening skills. શ્રવણ કળા
3 Reading skills. વાંચન કળા
4. writing skills. લેખન કળા
5 Non-verbal compunction skills. શરીરની ભાષા
6. public speaking skills. પ્રવચન કળા
7. Relaxation skills. શીથીલતાની કળા
8 Voice modulation : અવાજ સુધારવાની કળા
9. selling skills, persuasion and motivation skills વેચાણ કળા, પ્રેરણા આપવાની કળા , સાતત્ય કળા
અમે સેમીનાર , શો , પર્સનલ તાલીમથી વિવિધ કંપનીઓને , વ્યક્તિ વિશેષને , સંસ્થાઓમાં તાલીમ આપીએ છીએ . વધુ માહિતી માટે નીચેની લીન્કને કિલક કરો .અમારા અનેક કોર્સમાંથી પ્રચલિત કોર્સની વિડીયો નીચે આપેલી છે. તે જુવો .
Communicative English courses :
1. રીતુ શાહની સાથે
2. નીરવની સાથે
3 ઈવાની સાથે
કોલ: ૯૪૨૬૨ ૧૪૮૦૦
you should call at 94262 14800 to connect with us.
Comments
Post a Comment