ઈવા ભટ્ટ : ઈંગ્લીશ કોચથી ફિલ્મ ડાયરેક્ટરની કરિયર







             ઈવા ભટ્ટ , પર્સનાલિટી ડેવલોપમેન્ટ અકાદમીમાં " ફ્લુએન્ટ ઈંગ્લીશનાં પ્રોગ્રામમાં તાલીમ આપી રહ્યા છે.    


જયારે ઈવા ૧૨ આર્ટ્સમાં અભ્યાસ કરતાં હતાં ત્યારે મેં તેઓને "બેસ્ટ પર્સનાલિટી સ્પર્ધા" માં ભાગ લેવા માટે આમંત્રણ આપેલું. આ સ્પર્ધા પ્રિન્સ હોટેલમાં યોજાઈ હતી તેમાં તેઓને ગોલ્ડ મેડલ મળ્યો. "કચ્છમિત્ર" અખબારમાં તેમનો ફોટો છપાયો અને   સમગ્ર કચ્છમાં તેમનું નામ જાણીતું થયું .  ધો. ૧૨નાં વેકેશનમાં તેઓ પર્સનાલિટી ડેવલોપમેન્ટ અકાદમીમાં જોડાયા.  તેઓનું ઈંગ્લીશ ખુબજ સરસ હતું આથી , તેમણે નાના બાળકો અને તરુણોને ઈંગ્લીશ શિખવાડવાનું શરુ કર્યું. 

તેઓ આત્મવિશ્વાસથી ભરપુર હતાં. તેઓ ભુજ નામના એક નાનકડાં નગરમાં રહેતાં હતાં પણ તેઓનાં સપનાં બહુ જ વિશાળ હતાં. તેઓએ અમદાવાદની સેઇન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી આર્ટસ સ્નાતકનો કોર્સ કર્યો. તેઓએ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાંથી માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમનો કોર્સ કર્યો.

તેઓ જયારે ભુજ આવતાં ત્યારે પર્સનાલિટી ડેવલોપમેન્ટ અકાદમીમાં ઈંગ્લીશ શીખવાડતાં . તેઓએ અનેક વિધાર્થીઓને મદદ કરી .  તેઓ ઈંગ્લીશ કોચ બન્યાં. 

હું  તેઓની પાસેથી અનેક વસ્તુઓ શીખ્યો છું. તેઓ જીવનને એક ચેલેન્જ માનતા. તેઓએ આ જીવનનાં સંઘર્ષને ગંભીરતાથી લીધો તે મને ઘણું ગમતું. તેઓ થોડા સમય બાદ મુંબઈ ગયાં. તે ઘણો કપરો સમય હતો. પણ તેઓએ આ સંઘર્ષનો  ઘણી સારી રીતે સામનો કર્યો. 

હાલમાં તેઓ  મુંબઈ છે. તેઓ ચેનલ ૯માં જોબ કરી રહ્યાં છે. હું નસીબદાર છું કે મને તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો.          

    




  ઈવા ભટ્ટ શું કહે છે  ? ઉપરનો વિડીયો જુવો   


તમે  પર્સનાલિટી ડેવલોપમેન્ટ અકાદમીમાં ઈંગ્લીશ કોચ તરીકે તાલીમ મેળવશો તો તમને નીચે જણાવેલાં ફાયદા થશે.    

ફાયદા :

1. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારી સંવાદ્કલા વિકસિત થશે.
2. તમારી અંગ્રેજી ભાષા સુધારશે.
3.સમાજમાં સન્માન વધશે.
4. વિધાર્થીઓ અને વાલીઓનો પ્રેમ મળશે.
5. આવક મળશે.
6. તમારું નેટવર્ક , મિત્ર વર્તુળ વધશે.
7. તમે ઈંગ્લીશ કોચ હશો તો જીવનભર ઉત્સાહથી સભર રહેશો.
8. એક સારા શિક્ષક બની કુટુંબ અને સમાજની સેવા કરી શકો છો.  
9. તમને ગુજરાત અને બીજે ક્યાય પણ નોકરી મળી જશે કારણ કે ઈંગ્લીશના શિક્ષકની ખુબજ ડીમાંડ છે. અનેક શાળા , કોલેજ ઈંગ્લીશ મીડીયમમાં ભણાવે છે. પણ સારા શિક્ષકોની અછત છે. 

અમે અમારા ઈંગ્લીશ કોચને સર્જનાત્મક રીતે ઈંગ્લીશ શીખવાડવાની તાલીમ આપીએ છીએ.   

 સર્જનાત્મક શિક્ષણ એટલે શું?


શિક્ષણ એક સર્જનાત્મક કળા છે. ભાષા તો ખુબ જ સરસ રીતે સર્જનાત્મક રીતે શીખવાડી શકાય છે. આ મારો જાત અનુભવ છે. તમે ઈંગ્લીશ ગીતો, સંવાદો, નાટકોની મદદથી શીખવાડી શકો છો.
તમે કોમ્યુટરનો ઉપયોગ ભાષા શીખવાડવા માટે અનેક રીતે કરી શકો . જેમકે તમે કોમ્યુટરની મદદથી ટોક શો, સારા અને સફળ  વ્યક્તિનાં ઈન્ટરવ્યું ઇંગ્લીશમાં દેખાડી શકો.  તમે સારા ઈંગ્લીશ ફિલ્મને સબ ટાઈટલ સાથે દેખાડી શકો. 
તમે નાટકનું સર્જન કરીને ઈંગ્લીશમાં વાક્ય રચનાઓ કરીને હસતા , હસવતા બાળકોને  ઈંગ્લીશ શીખવાડી શકો  છો.        

નીચેની વિડીયો કલીપ જુવો . મેં થોડા સમય પહેલાં એક નાટકથી ઈંગ્લીશ શિખવાડવાનું  કાર્ય શરુ કર્યું છે. આ નાટકનું નામ છે. સન રાઈઝીઝ



           . એક સારો શિક્ષક એક સારો કલાકાર પણ હોય છે.



અમે પર્સનાલીટી ડેવલોપમેન્ટ અકાદમીમાં ૨૦૦૪થી ઈંગ્લીશ કોચના તાલીમ પ્રોગ્રામ્સ કરીએ છીએ .  ઘણા લોકો આ તાલીમ પછી સારા શિક્ષક બન્યાં છે. તેઓમાંથી કેટલાક બીજી કરિયર પસંદ કરીને ખુબ જ વિકસી ગયા છે.  આમાંથી કેટલાક લોકોને મળવા માટે નીચેની લીંકને કિલક કરો.

અમારા ઈંગ્લીશ કોચને મળો. 

 અમે તેઓને ઈંગ્લીશ કોચ કહીએ છીએ કારણકે તેઓ દરેક વિધાર્થીને સામે બેસીને ૧ શિક્ષક-૧ વિધાર્થી-૧ કોમ્યુટરનો ( ૧-૧-૧) ઉપયોગ કરીને તાલીમ આપે છે.                         


તમે ઈંગ્લીશ કોચનાં તાલીમ પ્રોગામમાં શું શીખો છો ?


પર્સનાલિટી ડેવલોપમેન્ટ અકાદમીમાં આ કોર્સ દરમ્યાન નીચેની બાબતો શીખવાડવામાં આવે છે. 

1. વિધાર્થીની જરૂરત જાણવા માટેની સંવાદ કળા : કાઉન્સેલિંગ, સલાહકારની કળા  
2. ઇંગ્લીશની ટેસ્ટ , કસોટી લેવી અને તેનું અર્થઘટન કરવું. 
3. દરેક વિધાર્થીની જરૂરીયાત મુજબ કોર્સને ડીઝાઇન કરવો 
4. કોમ્પ્યુટરની મદદથી ઈંગ્લીશ શીખવાડવું. 
5. ઈંગ્લીશ કોચ પોતાનાં મનને શાંત , સ્વસ્થ અને એકાગ્ર કરતાં શીખે છે અને વિધાર્થીઓને પણ તે શીખવાડે છે. 
6. ઈંગ્લીશ વ્યાકરણના ખ્યાલો વિવિધ ક્રિયાઓની મદદથી શીખવા. 
7. ઈંગ્લીશ જાહેરમાં બોલવાની કળા ( પબ્લિક સ્પીકિંગ )
8. અભિનય કળા (Acting skills.)
9. જાહેર પ્રોગામનું આયોજન કરવાની કળા , પ્રચાર અને તમારી સેવાઓની વેચાણ કળા 
ઈંગ્લીશ કોચનો પ્રોગામ વેકેશન દરમ્યાન અથવા સમગ્ર વર્ષમાં તમારા સમયની અનુકુળતાથી કરી શકાય છે.   

How can you join English  Trainer / English coach program  ?

તમે ઈંગ્લીશ કોચના પ્રોગામમાં કેવી રીતે જોડાઈ શકો ?  

Call: 9426 214 800
Or  visit personality development Academy






 Teach English Creatively, Be an English Coach 

Comments

  1. Very nice co-ordination & Collection of Vedios

    ReplyDelete
  2. Every student should learn from Mr. Nirvaachan Gadhai's Links . Congratulations🎉🥳👏

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ?

Neerav Gadhai's introduction

નીરવ ગઢાઈનો પરિચય :