સંપૂર્ણ જીવન પરિવર્તન: અંગ્રેજી કોચ, કરિયર કોચ અને પર્સનાલિટી ડેવલપમેન્ટ કોચ બનવાનો અવસર
Neerav: Creator of English Coach Training programs Click the following link to know more about him નીરવ : ઈંગ્લીશ કોચ પ્રોગ્રામના સર્જક :વધુ માહિતી માટે નીચે લીન્કને ક્લિક કરો. નીરવનો સંપૂર્ણ પરિચય પર્સનાલિટી ડેવલપમેન્ટ એકેડમી છેલ્લા ઘણા વર્ષોથી ઇંગ્લિશ કોચ તૈયાર કરીને લોકોને સન્માનજનક અને ઉત્સાહી કારકિર્દી તરફ દોરી રહી છે. સમયની માંગ અને વ્યક્તિના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને, હવે અમે ત્રણ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં કોચ તૈયાર કરી રહ્યા છીએ, જે વ્યક્તિને શિક્ષણ, કારકિર્દી અને સ્વ-વિકાસના માર્ગે સશક્ત કરે છે. ૧. ઇંગ્લિશ કોચ (English Coach) ઇંગ્લિશ કોચનું મુખ્ય કાર્ય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સને સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ સાથે અંગ્રેજી ભાષા શીખવવાનું છે. અમે માનીએ છીએ કે શિક્ષણ એક સર્જનાત્મક કળા છે, જેના દ્વારા ભાષાને ઇંગ્લિશ ગીતો, સંવાદો, નાટકો, અને કોમ્પ્યુટર આધારિત પ્રવૃત્તિઓ જેમ કે ટોક શો તથા ફિલ્મોની મદદથી આનંદમય રીતે શીખવાડી શકાય છે. અમારી ‘૧ શિક્ષક - ૧ વિદ્યાર્થી - ૧ કોમ્પ્યુટર’ (1-1-1) ની પદ્ધતિ વ્યક્તિગત ધ્યાન અન...