સર ,મારા દીકરા માટે સારી કરિયર કઈ? પ્લીઝ જરા મદદ કરશો ?
સર ,મારા દીકરા માટે સારી કરિયર કઈ? પ્લીઝ જરા મદદ કરશો ?
હું ગઈકાલે કારથી જઈ રહ્યો હતો અને મેં મારી ફેવરેટ પાનની દુકાન જોઈ . મેં કાર થોભાવી અને મીઠ્ઠા પાનનો ઓડર આપ્યો. પાન મોઢાંમાં નાખી જેવો હું આગળ નીકળ્યો ત્યાં પાનની દુકાનમાં મારી સાથે ઉભેલા ભાઈ મારી પાસે દોડી આવ્યા અને કહ્યું :" સાહેબ , તમારી માસે ૫ મિનીટ હોય તો મને એક સીરીયસ સવાલ છે તે પૂછું ? સર મારા મારા દીકરાએ ધો. ૧૨ની પરીક્ષા આપી છે અને હવે તેને ફેશન ડીઝાઈનમાં જવું છે તો જવાય કે નહિ ? કેવી લાઈન છે ?
હું કરિયર કાઉન્સેલિંગનું કામ એક નાનકડા પણ સુંદર નગર ભુજમાં કરું છું. આ નગર ગુજરાતમાં આવેલું છે. એ ભાઈ મને પહેલેથી ઓળખે છે. અને નાનકડા નગરમાં રહેવાનાં અનેક ફાયદામાં એક મોટો ફાયદો એ છે કે લોકો એકબીજાને ઓળખાતાં હોય અને મદદ પણ કરતાં હોય છે.
અનેક લોકો મને આ પ્રશ્ન પૂછે છે. આ પ્રશ્ન મારા માટે નવો ન હતો . કરિયર કઈ સારી , લાઈન કઈ સારી , હમણા શું વધુ ચાલે છે ? તેના જવાબો આપનારા અનેક લોકો તમને મળશે પણ આ સવાલનો સચોટ જવાબ આપવો મારે માટે મુશ્કેલ હતો કારણકે મને તે ભાઈના વ્યવસાય અને તેમાં રહેલી મુશ્કેલીઓ જરાય માહિતી ન હતી. તેનાં દીકરાને હું ક્યારેય મળ્યો ન હતો . તેની આવડતો, ખાસિયતો અને તેની મર્યાદાઓની પણ મને ખબર ન હતી. તેને કઈ કરિયરમાં રસ પડે છે. તે પણ મને ખ્યાલ ન હોતો . આથી મેં તેમને તેમનાં પુત્રને મારી અકાદમીમાં બીજા દિવસે મોકલવાનું કહ્યું. તેમનો પુત્ર બીજે દિવસે મારી અકાદમીમાં આવ્યો.
તે ઈંગ્લીશ મીડીયમમાં અભ્યાસ કરતો હતો આથી મેં તેને મારા એક પ્રવચનની વિડીયો કિલપ દેખાડી તેનો વિષય હતો " How to choose career?" તમારા જોવા માટે આ વિડીયો કલીપ નીચે આપેલી છે.
તેની નીચે ગુજરાતીભાષામાં એ જ વિષયની વિડીયો આપેલી છે. તે ધ્યાનથી જોઈ જાવ
અંગ્રેજીભાષામાં વિડીયો
ગુજરાતી ભાષામાં વિડીયો
ઉપરના બંને વિડીયોનો સાર નીચે ટૂંકમાં જણાવ્યો છે. જો તમે તમને અનુરૂપ કરિયર પસંદ કરવા માંગતા હોય તો
૧. તમારા મુલ્યો, કુટુંબના મુલ્યોને ઓળખો
૨. તમારા વ્યક્તિત્વને અનુરૂપ કરિયર પસંદ કરો.
૩. તમારા રસ એટલેકે અભિરુચિને જાણો.
૪. તમારી આવડતોનો ઉપયોગ થાય તેવી કરિયર પસંદ કરો.
આ ચારેય બાબતો જે કરિયરમાં મળતી હોય તેવી કરિયર પસંદ કરવી અઘરી છે.
માટે જ અમે કોમ્યુટરને કામે લગાડ્યું છે. અમે અમારી કરિયર ચોઇઝ ટેસ્ટમાં આ ચારેય બાબતોને આવરી અને ટેસ્ટ લઈએ છીએ. આ ટેસ્ટ ઓનલાઈન મેળવવા નીચે એક લીંક આપી છે તેને કિલક કરો.
ટેસ્ટ પૂરી થયા બાદ કોમ્યુટર ટેસ્ટનો રીપોર્ટ આપતાં પહેલાં એક કોડ માગશે . આ કોડ તમે મારી પાસેથી મેળવી લો. આ કોડ પરીક્ષા આપતાં પહેલાં જ મેળવી લો. તે માટે નીચે કોલ કરો.
કરિયર નક્કી કરવાનું બીજું હથિયાર છે. સ્વોટ ( SWOT). તમારી ક્ષમતાઓ જાણો તેનો ઉપયોગ થાય તેવી કરિયર પસંદ કરો. તમારી નબળાઈઓ જાણો . તમારી નબળાઈઓ આધારિત કરિયરને પસંદ ન કરો. તમારી આસપાસ રહેલી તકોને જુવો અને તેને અનુરૂપ કરિયર પસંદ કરો. તમારી આસપાસ રહેલા જોખમોને પારખો અને તેને આધારિત કરિયરને પસંદ ન કરો.
આજ કામ હું કરિયર કૌન્સેલીગમાં કરું છું.
૧. તમારી કરિયર ટેસ્ટ લઉં છું.
૨. તમારી સ્વોટ ટેસ્ટ લઉં છું.
૩. તમારી સાથે બેઠકો કરું છું અથવા ફોન પર લાંબી વાતચીત કરી અને માર્ગદર્શન કરું છું.
મારી સેવાની ફી છે પણ તે નજીવી ફી છે. .
તમારા લાખો રૂપિયા બચાવી , તમારો સમય , શક્તિ અને તમને નિરાશામાંથી બચાવવા આ ખુજ જ નજીવી ફી છે.
મને આશા છે કે તમે તમારા જીવનમાં યોગ્ય કરિયર પસંદ કરવા માટે આ ટેસ્ટ લેશો . તેના રીપોર્ટને બરોબર વાંચીને , માતા, પિતા, વિધાર્થી અને શિક્ષક ચર્ચા કરી મારી પાસે આવશો અથવા ફોન પર વાત કરશો અને તે માટે જરૂર પડે તો ૮ થી ૧૦ દિવસનો સમય ફાળવશો. જે કરિયર તમે ૩૫ વર્ષ સુધી કરવાનાં હોવ દરરોજ ૨૪ બાય ૭ કામ કરવાનાં હોય , જે કરિયર માટે તમે મોંઘા ટ્યુશન અને મોઘી શાળામાં જોડાયા હોય તે કેરિયર પસંદ કરવા માટે તમે આઈસ્ક્રીમ પસંદ કરવા જેટલો ઓછો સમય તો નહિ જ આપો તેની મને ખાતરી છે.
ઓલ ધી બેસ્ટ .
આ કસોટી ઓનલાઈન લેવા માટે નીચેની લીંકને ક્લિક કરો . ટેસ્ટ ઈંગ્લીશ ભાષામાં છે. જો તમે ગુજરાતી માધ્યમમાં ભણ્યા હોવ તો તે માટે તમે કોઈ ઈંગ્લીશ ભાષાનાં જાણકારની મદદ લઇ શકો છો.
ટેસ્ટ પૂરી થયા બાદ કોમ્યુટર ટેસ્ટનો રીપોર્ટ આપતાં પહેલાં એક કોડ માગશે . આ કોડ તમે મારી પાસેથી મેળવી લો. આ કોડ પરીક્ષા આપતાં પહેલાં જ મેળવી લો. તે માટે નીચે કોલ કરો.
Call 94262 14800.
Fees : 3000/Rs inclusive of career counseling .
કોડ અને કરિયર કાઉન્સેલિંગની ફી માત્ર 3000 રૂપિયા , મને ફોન કરીને નીચેની બેંકમાં જમાં કરાવો.
Send the amount in our account and you will get the services code .
Deposit the amount at
Deposit the amount at
Name | Neerav Gadhai |
---|---|
Name of Bank | Hdfc-bhuj |
Account number | 020410000006985 |
ifsc code | hdfc0000204 |
Cell | 94262 14800 |
Comments
Post a Comment