"છોકરાઓ...તમને નોકરી નથી મળતી કારણકે...." યુવા સશક્તિકરણનો સેમીનાર: રુસા(RUSA) રાષ્ટ્રીય ઉચ્ચ સેવા આયોગ:

યુવા સશક્તિકરણનો સેમીનાર: 
રુસા(RUSA) રાષ્ટ્રીય ઉચ્ચ સેવા આયોગ:   






         

"છોકરાઓ...તમને નોકરી નથી મળતી કારણકે...." 


૧. નોકરીઓ માટે તમારી આસપાસ મોટા કે નાના ઉદ્યોગો , વ્યવસાય હોવા જોઈએ . તે નથી. 

૨. તમને  મોટો ઉદ્યોગ કે  બીઝનેસ શરુ કરતાં આવડતું નથી. આથી તમને નોકરી મળતી નથી અને તમે બીજાને નોકરી આપી શકતાં નથી. 

હું કરિયર સકસેસ માટેની તાલીમ આપું છું !

ચાલો ...મારી સાથે મોટા અવાજે બોલો. 

 ૧."હું એક સર્જનાત્મક વ્યક્તિ છું."

૨. "હું  સારા સંબંધો , વિશાળ વ્યવસાય ,  તંદુરસ્ત શરીર અને જીવનનું નિર્માણ કરી શકું છું . " 

             સફળતાની સંવાદકળાનો સેમીનાર                  Communication skills for Success !


  

"હું સફળતાનો સર્જક છું."

"હું સુખી વ્યક્તિ છું" .
"હું સુખી અને સફળ થવા મને બદલાવી શકું છું" 
"હું સમૃદ્ધ છું".
"હું મારી આસપાસનાં લોકોને સમૃદ્ધ બનાવી શકું છું". 

આ સંવાદો સફળ અને સુખી વ્યક્તિનાં છે. આ સંવાદો આંતરિક સંવાદો છે. તેના જેવા અનેક સંવાદો  વ્યક્તિ બોલતી રહે છે. મુશ્કેલીના સમયમાં પણ આ સંવાદ ચાલુ રહે છે ! 
જો તમે સારા અને સફળ સંવાદકાર બનવા ઇચ્છતાં હશો તો તમારા આંતરિક સંવાદને સાંભળો અને તેને બદલાવો. મને સરકારી પોલીટેકનીક કોલેજમાં સેક્ડો વિધાર્થીઓને આ વિષયમાં તાલીમ આપવાનો મોકો મળ્યો તે માટે હું આચાર્યશ્રી, દીપમ જોશી અને તેમના પ્રોફેસર મિત્રોનો આભારી છું. કચ્છ એક મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતો પ્રદેશ છે. દુષ્કાળ, ભૂકંપ અને રણ પ્રદેશમાં વ્યવસાય અને નોકરી માટે મર્યાદિત  તકો છે. આથી , આ પ્રદેશના યુવાનોને આફતને આવકારીને પણ કેમ જીવવું તે પ્રશ્ન રહે છે. તે માટે રુસા યોજના હેઠળ આ પ્રોગ્રામ થયેલો . યુવાનોને આ પ્રોગ્રામ ખુબ જ ગમ્યો . મને પણ ગમ્યો. સફળતા મેળવવા માટે વિચારો અને વર્તન બદલવા પડે છે. આ પ્રોગ્રામ તો લોકોને ગમ્યો પણ તેનાથી વર્તનમાં ફરક પડશે તો પરિણામ બદલશે. પ્રોગ્રામના  કેટલાક ફોટોઝ અહી મૂકેલાં છે. વધુ ફોટો જોવા હોય તો નીચે વિડીયો પણ મુકેલો છે. આ કોર્સના કેટલાક વિષયો પણ મૂકેલાં. સેમિનારની વધુ માહિતી માટે આપ સંપર્ક કરી શકો છો.ફોન : ૯૪૨૬૨ ૧૪૮૦૦     

                                પોલીટેકનીકનાં આચાર્યશ્રી ભાંખર સાહેબ સાથે. 


learning  the art of listening from Kabeer કબીર સાથે શ્રોતા બનવાની કળા શીખવાની ક્ષણો



જાત સાથે સંવાદ કરવાની કળા શીખતા યુવાનો.  

                           

                       
                 

                      પ્રોફેસર ઈશા મેડમનાં માર્ગદર્શનમાં સંવાદ કલાનો અભ્યાસ 

      સુંદર ગીત સાંભળો અને અનેક ક્ષણોને જુવો , 

વિડીયો જોવા નીચે કિલક કરો ! 




Top 9  Communication Skills for Workplace Success
                    ૯ સંવાદ કલાઓ 
1.Listening skills: શ્રવણ કળા 2.Non verbal communication: મૌનની ભાષા  3.Clarity and conclusion: સ્પષ્ટતા  4.Friendliness:મિત્રતા 

5.Confidence: વિશ્વાસ 6.Empathy:સમસંવેદના  7.Open-mindedness: પૂર્વગ્રહથી મુક્ત મન  8.Respect:સન્માન                                                      9.Feedback: પ્રત્યાઘાત  

 

Call : 94262 14800  to attend or arrange my seminars  

Comments

Popular posts from this blog

મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ?

Neerav Gadhai's introduction

નીરવ ગઢાઈનો પરિચય :