કોઈ પણ અભ્યાસ શરુ કરો તે પહેલાં એકાગ્ર થાવ અને હળવાશ અનુભવો માત્ર ૫ મીન...
Learn Relaxation and Concentration techniques.
૧. માનસિક અને શારીરિક રીતે હળવા થવાની પદ્ધતિ.
૨. એકાગ્ર થવા માટેની પદ્ધતિ.
Activity 2. Read : નીચેનું લખાણ વાંચો
આ પદ્ધતિથી તમે માત્ર ત્રણ મિનિટમાં એકાગ્ર અને હળવા થતા શીખી જશો.
મારો કોઈ પણ ઓનલાઈન કોર્ષ તમે કરો ત્યારે દરરોજ અભ્યાસ કરતા પહેલા આ પદ્ધતિેનો ઉપયોગ કરો..
આ પદ્ધતિનો જો તમે ઉપયોગ કરશો તો
૧.તમારો ગ્રાસ્પિંગ પાવર વધી જશે અને તમે ખૂબ જ ઝડપથી ઇંગ્લિશ શીખી જશો.
૨. કોઈ પણ વિષયનાં અભ્યાસમાં આ પદ્ધતિ તમને ઘણી જ ઉપયોગી સાબિત થશે.
નીચે જણાવેલા પગલા લો.
૧. Relaxation process.
હળવા થવાની પ્રક્રિયા
૧. કરોડ ટટ્ટાર રાખો.
૨. શરીરને હળવું છોડો.
૩..તમારા બંને પગ જમીન પર મૂકી દો અને તેને હળવા કરી દો. ઢીલા કરી દો.
૪. બંને હાથને વીડિયોમાં દેખાડ્યું છે તે મુજબ સાથળ પર મૂકી દો અને તેને ઢીલા મૂકી દો.
૫. ધીમે ધીમે આંખો બંધ કરી દો.
૬. આંખ બંધ કરીને શરીરને ઢીલુ છોડો.
૭. શરીરને ઢીલું કરવા માટે તમારે માનસિક રીતે શરીરની અંદર જવું પડે છે. . .
શરીર ની અંદર જવું એટલે આંખોને બંધ કરીને શરીરની સંવેદનાઓને અનુભવવી .
૮ ધીરે ધીરે તમારા બંને પગ પર ધ્યાન લઈ જાવ અને પગને ઢીલા કરી દો.
૯. હવે આંખોને બંધ રાખીને શ્વાસ પર ધ્યાન આપો. . શ્વાસ જ્યારે આપોઆપ શરીરની અંદર પ્રવેશે ત્યારે મનમાં "in" બોલવું અને જમણા હાથની પહેલી આંગળી ને અંદર તરફ વાળવી.
૧૦. શ્વાસ હવે જો શાંત હોય તો શાંતિનો અનુભવ કરવો અને આંખો બંધ રાખવી.
૧૧. શ્વાસ જ્યારે આપોઆપ શરીરમાંથી બહાર નીકળે ત્યારે મનમાં "out" બોલવું અને જમણા હાથની પહેલી આંગળી ને બહાર ની તરફ વાળવી.
આ પ્રક્રિયા ૩ થી ૪ મિનિટ સુધી ચાલુ રાખો.
આ પ્રક્રિયા કરવાથી તમે હળવા થઈ જશો અને અભ્યાસ માટે તમારું મન એકાગ્ર પણ બની જશે.
ઉપરનો વિડીયો જુવો.
2. Oxygenation process
શરીરમાં પૂરતો પ્રાણવાયુ લેવા માટેની પ્રક્રિયા
1. આંખો બંધ રાખીને, શરીર ટટ્ટાર રાખીને ધીમેથી ઊંડો શ્વાસ લેવો. શ્વાસ જેમ તમે ઊંડો લેશો તેમ તમારું પેટ બહાર આવતું જશે. પેટ ધીમે ધીમે ફૂલશે
2. શરીરમાં શ્વાસ જ્યારે દાખલ થઈ જાય ત્યારે થોડો સમય શ્વાસને રોકી રાખો. શ્વાસને પ્રેમપૂર્વક રોકવાનો છે. શ્વાસને બળપૂર્વક રોકવાનો નથી.
3. શરીરમાંથી શ્વાસ બહાર કાઢવા વિડીયો દેખાડ્યું છે. તે મુજબ શ્વાસ મુખ દ્વારા બળપૂર્વક બે વખત બહાર કાઢી અને શરીરના બધા જ અંગોને ઢીલા કરી દેવા અને પછી ધીમેથી ઊંડો શ્વાસ લો.
આ સંપૂર્ણ ક્રિયામાં આનંદ આવવો જોઈએ. આ પ્રાણાયામમાં બળ ન લગાડશો. પ્રેમ પૂર્વક અને શાંતિથી અભ્યાસ કરશો .
4. આ પ્રક્રિયા ત્રણ વખત કરો.
5. હવે ધીરે થી આંખો ખોલો
6. હવે તમે અભ્યાસ માટે તૈયાર છો
હવે , આ ઓનલાઈન કોર્સ કરવા માટે તમે તૈયાર છો.
જો તમે દરરોજ તમારા જીવનમાં આ ક્રિયા કરીને કોઈ પણ વિષયનો અભ્યાસ કરશો તો તે વિષય તમને સારી રીતે સમજાશે. તમે કોઈ પણ વિષયમાં રસ અને રૂચી કેળવી શકશો.
તો ચાલો...અભ્યાસ શરુ કરીએ.
Comments
Post a Comment