ભુજનાં ડાયા કાકા ઉર્ફે કાગડા કાકા ના જીવનની ફિલોસોફી@neeravEnglishCoach
જો તમે ભુજ શહેરના રહેવાસી હશો તો તમે ખેંગાર બાગમાં તો ગયા જશો. આ બગીચામાં વિવિધ પ્રકારના લોકો તમને જોવા મળે છે. સવારના લોકો વોકિંગ કરવા જાય છે અને તંદુરસ્તી વધારે છે. જો તમે ત્યાં ગયા હશો તો તમને કદાચ ડાયા કાકા નો ઉર્ફે કાગડા કાકા નો પરિચય થયો હશે. આ ડાયા કાકા તમને કાગડાઓની વચમાં જોવા મળશે અને કાગડાને તેઓ સવારના ખવડાવતા જોવા મળશે. કાગડા એક એવી જાત છે કે જે સામાન્ય માણસ પર ક્યારેય વિશ્વાસ કરતી નથી. કાગડા ખૂબ હોશિયાર હોય છે પરંતુ ડાયા કાકા પર કાગડાઓ ને બહુ જ વિશ્વાસ છે એટલે તેઓ અનેક કાગડાઓની વચમાં જોવા મળે છે.
આજે હું તેમને મળવા ગયો ત્યારે તેમણે મને તેમના જીવનની ફિલસૂફી વિશે વાત કરી છે અને આ વાત આ વીડિયોમાં તમને સાંભળવા મળશે તો આ વિડીયો જુઓ . જીવન, કારકિર્દી અને વ્યક્તિત્વના વિકાસ માટે અમારી સંસ્થા પર્સનાલિટી ડેવલોપમેન્ટ એકેડેમી નો સંપર્ક કરો:
https://personalitydevelopmentacademy.business.site/?hl=en
Comments
Post a Comment