આ 32 માંથી વસ્તુઓમાંથી કોઈ ૧ કે ૨ હમણાં જ કરશો તો તમને બહુ સારું લાગશે : નીરવ 32 Simple Things You Can Do to Feel Better Right Now: Neerav
આ 32 માંથી વસ્તુઓમાંથી કોઈ ૧ કે ૨ હમણાં જ કરશો તો તમને બહુ સારું લાગશે : નીરવ 1. તમારી પસંદગી ની કોઈની વ્યક્તિ સાથે ચા પીઓ . 2. હૃદયપૂર્ણ, ભરપેટ નાસ્તો લો. (ભારપેટ નહિ હો.) ૩. ટુચકાઓ કહો અને કોઈને (અથવા તમારી જાતને) હસાવવાનો પ્રયાસ કરો. પણ કોઈને ટુચકા કહીને ત્રાસ ન આપશો. 4. સ્નાન કરો. 5. કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરો અને તેને હસાવો 6. કોઈક વિશે રોમેન્ટિક વિચારો 7. નાના વ્યવસાઈક / લારીવાલા પાસેથી કેટલીક વસ્તુઓ ખરીદો 8. યુ ટ્યુબ પર સ્ટેન્ડ-અપ કોમિક જુઓ 9. કૂતરા અથવા બિલાડી સાથે રમો 10. ગરમ , ખારી સિંગ ખાઓ 11. ધીમે ધીમે બગીચામાં ચાલો. 12. તમારા શહેર અથવા નગરમાં સાયકલ ચલાવો અને આસપાસના લોકો અને વસ્તુઓ જુઓ 13. કોઈ મિત્રને એક પ્રોત્સાહક મેસેજ મુકો. 14. દસ મિનિટ માટે ધ્યાન કરો 15. ડ્રોઇંગ કરો , ગમે તેવું ચાલશે. 16. તમને ગમતું સંગીત સાંભળો (ખરેખર સાંભળો) 17. કંઈક રાંધો કે પકાવો. 18. સંગીત સાથે અંધારામાં મીણબત્તી પ્રકટાવીને સ્નાન કરો. 19. વીસ મિનિટનો યોગ આસન કરો 20. કોઈ પુસ્તક અથવા કવિતા વાંચો 21. સંગીત સાંભળો અને નૃત્ય કરો. 22. તમારા પરિવારના સૌથી સહાયક સભ્ય અથવા મિત્ર સાથ...