ઇંગ્લિશમાં વિચારો, ઇંગ્લિશમાં બોલો: 'Come On Speak Out!' કોર્સ દ્વારા ફ્લુઅન્સી મેળવવાનો ન્યૂરો-લિંગ્વિસ્ટિક સિદ્ધાંત
આપણે "ફ્લુએન્ટ ઈંગ્લીશ" કેમ બોલી શકતા નથી?
આપણે ઝડપથી ઇંગ્લિશ બોલી શકતા નથી, તેનું મુખ્ય કારણ એ છે કે આપણે અંગ્રેજી ભાષામાં વિચારી શકતા નથી. જ્યારે તમને કોઈ વ્યક્તિ ઇંગ્લિશ ભાષામાં પ્રશ્ન પૂછે, ત્યારે તમને તેનો જવાબ ગુજરાતી ભાષામાં જ સૂઝે છે, કારણકે આપણા મગજને ગુજરાતી ભાષામાં વિચારવાની આદત પડી ગઈ છે.
'Come On Speak Out!' કોર્સનો સિદ્ધાંત
આખો ફ્લુએન્ટ ઈંગ્લિશ: ઝડપથી ઇંગ્લીશમાં બોલવા માટેનો સરળ કોર્સ એક મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત પર આધારિત છે:
"જો તમે ઇંગ્લીશ ભાષામાં વિચારી શકશો, તો ઇંગ્લિશ ભાષામાં બોલી શકશો."
'કમોન સ્પીક આઉટ! પાર્ટ વન' અને 'પાર્ટ ટુ' દ્વારા અમે આ જ સિદ્ધાંત પર કામ કર્યું છે, જેથી તમે ઇંગ્લિશ ભાષામાં સરળતાથી વિચારવાની અને બોલવાની ક્ષમતા વિકસાવી શકો.
કોર્સની વિશેષતાઓ અને પદ્ધતિ (The 7-Step Activity System)
આ કોર્સિસમાં 50થી વધુ વિવિધ અને વ્યવહારિક વિષયો પર આધારિત એક વૈજ્ઞાનિક પ્રવૃત્તિ પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તમને ગુજરાતીમાંથી અનુવાદ કરવાની આદત તોડવામાં મદદ કરે છે.
દરેક વિષય માટે ક્રમબદ્ધ પ્રવૃત્તિઓ:
શ્રવણ (Audio Input): પ્રથમ, તે વિષય પરનો ઓડિયો સાંભળો.
વાંચન (Reading): ત્યારબાદ તે જ વિષયનું વાંચન કરો.
શબ્દભંડોળ (Vocabulary): નવા શબ્દો શીખો અને તેનો ઉપયોગ સમજો.
વિઝ્યુઅલ લર્નિંગ (Video): ત્યારબાદ તે જ વિષયનો વિડીયો જુઓ.
લેખન (Writing): ત્યારબાદ તમે તમારા પોતાના શબ્દોમાં તે જ વિષય ઉપર લખાણ કરો.
મોટેથી વાંચન (Reading Aloud): ત્યારબાદ તૈયાર કરેલું લખાણ મોટા અવાજે બોલો/વાંચો.
ગ્રુપ સ્પીકિંગ (Spontaneous Speech): અને અંતે, તે વિષય પર જોયા વગર ગ્રુપની સામે બોલો.
આ વિવિધ 50થી વધુ વિષયો ઉપર આ પ્રકારની પ્રવૃત્તિઓ કરીને, વિદ્યાર્થીઓનું મગજ સીધું જ અંગ્રેજીમાં પ્રતિભાવ આપવા માટે ટેવાઈ જાય છે.
સ્થાનિક સુંદરતાનો સ્પર્શ
આ કોર્સની વિશેષતા એ છે કે 'કમોન સ્પીક આઉટ! પાર્ટ વન' અને 'પાર્ટ ટુ'માં ભુજ શહેરની આસપાસના સુંદર વિસ્તારોમાં વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે. આનાથી લોકોને ઝડપથી શીખવામાં મદદ મળે છે અને સાથે સાથે શહેરની સુંદરતાનું પણ દર્શન કરી શકે છે, જે શિક્ષણને વધુ રસપ્રદ બનાવે છે.
વધુ માહિતી
વિડીયો ક્લિપ્સ: ૧૦૦
એક્ટીવીટી: ૧૦૦
ડિલિવરી: ભારતમાં ફ્રી હોમ ડિલીવરી ઉપલબ્ધ છે.
સંપર્ક: આ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવવા અથવા વધુ જાણવા માટે વ્યક્તિ વિકાસ અકાદમી (Personality Development Academy) નો સંપર્ક કરો.
વ્યક્તિ વિકાસ અકાદમીમાં આ પ્રોગ્રામમાં અનેક રીતે થઇ શકે છે. વધુ જાણવા માટે લીંકને કિલક કરો.

Comments
Post a Comment