હવે કોઈની પર્સનાલિટી જ રહી નથી કે પછી શું બધા માનસિક રીતે બીમાર થઈ ગયા છે કે પૈસા બનાવવાનું ષડયંત્ર છે ?
હવે તો કોઈની પર્સનાલિટી જ રહી નથી!
આજકાલ એક અજિબ ટ્રેન્ડ જોવા મળે છે
— દરેક માનવીના સ્વભાવને હવે કોઈ ને કોઈ માનસિક રોગના લેબલ સાથે જોડી દેવામાં આવે છે.
- કોઈ થોડા શાહી (શરમાળ) હોય તો તરત કહી દેવામાં આવે: “તમે ઓટિઝમ ધરાવો છો.”
- કોઈ વારંવાર ભૂલી જાય તો બોલી દેવામાં આવે: “તમને ADHD છે.”
સાચી વાત એ છે કે, આજે માણસનો સ્વભાવ એટલે કે પર્સનાલિટી, રોગનિદાનની ભાષામાં ખોવાઈ ગયો છે.
ભાષા અને દ્રષ્ટિકોણમાં મોટા ફેરફાર થઇ રહ્યાં છે.
જાગૃત બનો અથવા માનસિક રોગી બનો.
એક સમય હતો જ્યારે:
- કોઈ હંમેશા મોડું આવે તો કહેવાતું—“ ભૂલકણો છે પણ પ્રેમાળ છે.”
- કોઈ શાહી (શરમાળ) હોય તો કહેવાતું—“કેટલો મીઠો છે, સ્ત્રી જેવો કોમળ અને શરમાળ છે.”
- કોઈ સીધાસાદા હોય તો કહેવાતું—“થોડો મૂર્ખ છે, પણ દિલનો સારો છે.”
પણ હવે?
આ બધું જ લક્ષણ (સિમ્પટમ) બની ગયું છે.
“મોડું આવે છે એટલે ADHD”
“શરમાળ છે એટલે ઓટિઝમ”
“સીધો છે એટલે સાયકોલોજીકલ વીકનેસ”
આવા લેબલને કારણે માણસની અસલિયત ગુમ થઈ રહી છે.
લાગણીઓનું મશીનરીકરણ
આજે આપણે માણસને આત્માથી કે સંવેદનાથી નહીં,
પણ માનસિક શાસ્ત્ર, થિયરી અને રોગનિદાન વડે સમજવા માંડ્યા છીએ.
દરેક લાગણીનું વિશ્લેષણ કરવું છે,
દરેક સ્વભાવને કેટેગરીમાં બાંધવો છે.
પણ આ પ્રક્રિયામાં ક્યાંક કુદરતી રહસ્ય, જાદુ અને માનવિયતા ખોવાઈ ગઈ છે.
આંકડાઓ શું કહે છે?
2024ના સર્વે મુજબ:
- 72% Gen-Z યુવતીઓએ કહ્યું કે “મારા જીવનનો અગત્યનો ભાગ એટલે માનસિક આરોગ્યની સમસ્યાઓ.” આ યુવતીઓ ૨૦૦૦થી સાલ પછી જન્મી છે
- જ્યારે માત્ર 27% બૂમર પુરુષોએ એવું કહ્યું.
અહીં "બૂમર" શબ્દનો અર્થ છે—બીબી-બૂમર જનરેશન, એટલે કે 1946થી 1964ની વચ્ચે જન્મેલા લોકો.
એનો મતલબ એ છે કે
નવી પેઢી પોતાની ઓળખને જ “માનસિક રોગો” અને “ડિસઓર્ડર” સાથે જોડી રહી છે.
આદતોને રોગમાં ફેરવી દેવું
એક ઉદાહરણ લો—
જો કોઈને વારંવાર હાથ ધોવાની કે ચેક કરવાની આદત હોય તો એને કહી દેવામાં આવે છે:
“કમ્પલ્સિવ ઓબસેસિવ ડિસઓર્ડર (OCD).”
પણ સાચું કહીએ તો આ તો આદતની ગુલામી છે.
પણ એને એટલું જટિલ અને ડરામણું નામ આપીને લોકોના મનમાં ભય ઉભો કરવામાં આવે છે.
અને પછી?
દવાઓ વેચાય છે, ફાર્માસ્યુટિકલ કંપનીઓ પૈસાદાર બને છે.
લોકો માનતા હોય છે કે તેઓ સાજા થશે,
પણ વાસ્તવમાં તેઓ દવાઓના ગુલામ બની જાય છે.
એમની આદતોને સુધારવા પર કામ કરતાં નથી, રોજ દવાઓ ખાય છે.
પણ એમનું જીવન ફાર્મા કંપનીઓ માટે એક પૈસા બનાવવાની ફેક્ટરી બની જાય છે.
માણસ કે ફક્ત રોગનિદાન?
આજે આપણે માણસને એમ નથી ઓળખતા કે:
- એ કેટલો સંવેદનશીલ છે,
- કેટલો રસપ્રદ છે,
- કે એમાં પૂર્વજોની છાપ છે.
પણ એને ફક્ત લક્ષણો અને રોગનિદાનનો પરિણામ માનવામાં આવે છે.
જ્યારે હકીકતમાં માણસની ઓળખ એની આત્માથી, એની નાનકડી ખાસિયતોથી, એની મીઠી ભૂલી જવાની આદતોથી અને એની અજબ પ્રકૃતિથી થવી જોઈએ.
👉 તો સવાલ એ છે—
શું આપણે ફરી માનવીને માનવી તરીકે જોઈ શકીશું?
કે પછી હંમેશા એને ફક્ત એક “કેસ સ્ટડી” કે “માનસિક રોગનો દર્દી” તરીકે જ સમજતા રહીશું?
Comments
Post a Comment