હવે કોઈની પર્સનાલિટી જ રહી નથી કે પછી શું બધા માનસિક રીતે બીમાર થઈ ગયા છે કે પૈસા બનાવવાનું ષડયંત્ર છે ?
હવે તો કોઈની પર્સનાલિટી જ રહી નથી! આજકાલ એક અજિબ ટ્રેન્ડ જોવા મળે છે — દરેક માનવીના સ્વભાવને હવે કોઈ ને કોઈ માનસિક રોગના લેબલ સાથે જોડી દેવામાં આવે છે. કોઈ થોડા શાહી (શરમાળ) હોય તો તરત કહી દેવામાં આવે: “તમે ઓટિઝમ ધરાવો છો.” કોઈ વારંવાર ભૂલી જાય તો બોલી દેવામાં આવે: “તમને ADHD છે.” સાચી વાત એ છે કે, આજે માણસનો સ્વભાવ એટલે કે પર્સનાલિટી, રોગનિદાનની ભાષામાં ખોવાઈ ગયો છે. ભાષા અને દ્રષ્ટિકોણમાં મોટા ફેરફાર થઇ રહ્યાં છે. જાગૃત બનો અથવા માનસિક રોગી બનો. એક સમય હતો જ્યારે: કોઈ હંમેશા મોડું આવે તો કહેવાતું— “ ભૂલકણો છે પણ પ્રેમાળ છે.” કોઈ શાહી (શરમાળ) હોય તો કહેવાતું— “કેટલો મીઠો છે, સ્ત્રી જેવો કોમળ અને શરમાળ છે.” કોઈ સીધાસાદા હોય તો કહેવાતું— “થોડો મૂર્ખ છે, પણ દિલનો સારો છે.” પણ હવે? આ બધું જ લક્ષણ (સિમ્પટમ) બની ગયું છે. “મોડું આવે છે એટલે ADHD” “શરમાળ છે એટલે ઓટિઝમ” “સીધો છે એટલે સાયકોલોજીકલ વીકનેસ” આવા લેબલને કારણે માણસની અસલિયત ગુમ થઈ રહી છે. લાગણીઓનું મશીનરીકરણ આજે આપણે માણસને આત્માથી કે સંવેદનાથી નહીં, પણ માનસિક શાસ્ત્ર, થિય...