તમારે housewifeની કરિયર શા માટે પસંદ ન કરવી જોઇએ ? Why you should not choose the career of a housewife?

  



*બાયોડેટા  - 

એક હાઉસવાઈફનો*🤷🏻‍♀ 

*નામ* -   કોઈ પણ રાખો, શું ફરક પડે છે?

*જન્મ* - દિકરી તરીકે અણગમતો આવકાર

*ઉંમર* -  ૪૯થી ઉપર કોઈ પણ આંકડો ધારી લો.

*સરનામું-*   - પહેલા પિતાનું ઘર

                  - હાલમાં પતિનું

                  - ભવિષ્યમાં દીકરાનું ઘર

                     કે કદાચ ઘરડાઘર


*વિશેષતા*

 - બાપની દ્રષ્ટિએ તેજસ્વી દીકરી

  - મા ની દ્રષ્ટિએ નફકરી

 - સાસુની દ્રષ્ટિએ  દીકરાની  જિંદગી બગાડી 

  - વરની દ્રષ્ટિએ જૂનવાણી ને ફૂવડ

   - મોટા થયેલા દિકરા/દિકરીની દ્રષ્ટિએ "રહેવા દે તને કંઈ ખબર નહીં પડે"      

   - પોતાની દ્રષ્ટિએ - ખબર નથી


*કાર્યાનુભવ*

 - ઘરકામ..... ૩૦ વર્ષથી

 - રસોડું..... ૩૦ વર્ષથી

 - ઝાડુ પોતા..... ૩૦ વર્ષથી

 - કપડા વાસણ..... ૩૦ વર્ષથી

ઘરના સભ્યો, સગા વ્હાલા અને મહેમાનોને સાચવવાના.......

૩૦ વર્ષથી

*બાળકો* - નંગ બે 

(તેમને જન્મ, ઉછેર, ભણતર, ગણતર  વગેરે વગેરે) 

જેમ કે --

દૂધ પાયું - ૧ વર્ષ

બાળોતિયાં બદલ્યાં - ૩ વર્ષ

ચાલતા શીખવ્યું, બોલતા શીખવ્યું, ભણતા શીખવ્યું, હોમવર્ક કરાવ્યું.

-માંદગીમાં ને પરીક્ષા વખતે ઉજાગરા કર્યા વગેરે વગેરે......


*જરૂરિયાત* 

-બે ટાઈમ ખાવાનું,

 -થોડા ઘણા કપડા,

 -વાર - તહેવારે ને પ્રસંગે થોડા ભારે  કપડા  દાગીના કુટુંબનું સારું લાગે એટલા માટે🌲

*અપેક્ષા* - કંઈ નહીં

*વળતર* - કંઈ નહીં..

*આવક* - કંઈ નહીં..

*બચત* -  કંઈ નહીં..


*પૈસાની જરૂરિયાત માટે*- 

પતિ કે દિકરાની પાસે માંગવાના અને એ પણ વિગતવાર જરૂરિયાત શી છે એ સમજાવવું જરૂરી. પછી પણ એ લોકોનો મૂડ હોય તો મળે અને સાથે બહુ બધી શિખામણો સાથે કે તારે શી જરૂર છે વગેરે વગેરે.


*પોતાની મુશ્કેલીઓ* - કહેવાની  મનાઈ. કહો  તો કોઈ સાંભળે નહીં કે પછી સાંભળીને ભૂલી જાય.

*ઘર કુટુંબમાં કદર* - કંઈ નહીં.. એમાં શું ? એ તો એણે કરવાનું જ હોયને એવી બધાની માન્યતા અને કૉમેન્ટ્સ.💐


*અને છતાં કાયમ ફરજીયાત હસતા તો રહેવાનું જ કારણ  ઘર અને કુટુંબનું સારૂ દેખાડવા અને લોકો અભિમાની ન ગણે તે માટે !!*🌹


*... સાચે જ સ્ત્રી મહાન છે ...*🙏🌹

*Biodata -

*🤷🏻‍♀ of a housewife


*Name* - Keep any, does it matter?

*Birth* - unwelcome reception as a daughter

*Age* - Assume any number above 49.

*Address-* - First father's house

                  - Currently husband's

                  - Son's house in future

                     Or maybe the house


*Specialty*

 - Brilliant daughter in terms of father

  - careless  in terms of ma

 - Mother-in-law's vision ruined son's life

  - money spender in terms of the groom

   - In terms of a grown-up son/daughter "let it be you will know nothing"

   - In his own words - don't know


*Work Experience*


 - Housework..... 30 years

 - Kitchen..... 30 years

 -   sweeper ..... for 30 years

 - Clothes washing..... 30 years

Protecting family members, loved ones, and guests...

For 30 years

*Children* - Number Two

( born, raised, educated, counted, etc., etc.)

like --

breast-feeding  - 1 year

Changed diapers - 3 years

Taught to walk, taught to speak, taught to study, and did homework.

- Exposed during illness and exam etc.


*requirement*

- Eating two times a day,

 -A few more clothes,

 - Sometimes - wear some heavy clothes on festivals and occasions to make the family feel good


*Expectation* - Nothing

*Compensation* - Nothing.

*Income* - Nothing..

*Saving* - Nothing.


*For need of money*-

It is necessary to ask the husband or son and explain the need in detail. Even then, if those people are in the mood, you can get them, along with a lot of advice about what you need, etc.


*Own troubles* - Forbidden to tell. If you say it, no one will listen or forget after listening.

* Appreciation in home and family* - Nothing. What's in it? That's what she has to do, everyone's beliefs and comments.💐

*And yet the only reason to keep smiling is to make the house and family look good and not to be considered arrogant!!*🌹


*... Truly the woman is great ...*🙏🌹


Comments

Popular posts from this blog

મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ?

Neerav Gadhai's introduction

નીરવ ગઢાઈનો પરિચય :