Relaxation (હળવાશ) અને Concentration (એકાગ્રતા) વિકસાવવાની કળા
Activity 1: Watch ઉપરનો વિડીયો જુવો Relaxation and Concentration techniques. Activity 2. Read નીચેનું લખાણ વાંચો માનસિક અને શારીરિક રીતે હળવા થવાની અને ત્યારબાદ એકાગ્ર થવા માટેની પદ્ધતિ. આ પદ્ધતિથી તમે માત્ર ત્રણ મિનિટમાં એકાગ્ર અને હળવા થતા શીખી જશો. મારો કોઈ પણ ઓનલાઈન કોર્ષ તમે કરો ત્યારે દરરોજ અભ્યાસ કરતા પહેલા આ પદ્ધતિેનો ઉપયોગ કરો.. આ પદ્ધતિનો જો તમે ઉપયોગ કરશો તો ૧.તમારો ગ્રાસ્પિંગ પાવર વધી જશે અને તમે ખૂબ જ ઝડપથી ઇંગ્લિશ શીખી જશો. ૨. કોઈ પણ વિષયનાં અભ્યાસમાં આ પદ્ધતિ તમને ઘણી જ ઉપયોગી સાબિત થશે. નીચે જણાવેલા પગલા લો. ૧. Relaxation process. હળવા થવાની પ્રક્રિયા ૧. કરોડ ટટ્ટાર રાખો . ૨. શરીરને હળવું છોડો. ૩..તમારા બંને પગ જમીન પર મૂકી દો અને તેને હળવા કરી દો. ઢીલા કરી દો. ૪. બંને હાથને વીડિયોમાં દેખાડ્યું છે તે મુજબ સાથળ પર મૂકી દો અને તેને ઢીલા મૂકી દો. ૫. ધીમે ધીમે આંખો બંધ કરી દો. ૬. આંખ બંધ કરીને શરીરને ઢીલુ છોડો. ૭. શરીરને ઢીલું કરવા માટે તમારે માનસિક રીતે શરીરની અંદર જવું પડે છે....