ITM નું વિશ્વ : સર્જકોનું વિશ્વ



નીરવનો ટ્રેઈનીંગ શો ITMમાં તેની યાદો જોવા માટે ઉપરનાં વિડીયોને કિલક કરો    

ફોટો :ડાબેથી નીરવ, અવિનાશ લેલ સર અને ડો. પાઈ સર 

  ૬ મહિનાં પહેલાં મેં  ITM યુનિવર્સની મુલાકાત લીધેલી. આ મુલાકાત પહેલા મેં એક વિડીયો કલીપ જોઈ હતી. આ વિડીયો કલીપ જોઇને હું એટલો ખુશ થયો કે હું જયારે ITMમાં પ્રવેશ્યો ત્યારે રોમાંચિત થઇ ગયેલો. જે  વિડીયો મેં જોયો તે નીચે  મુક્યો છે, તમારા જોવા માટે...  


                આ વિડીયો જોઇને જ મને ઉપરનું શીર્ષક મળ્યું. ITMનું વિશ્વ : સર્જકોનું વિશ્વ 

મારી મુલાકાતના સમયે મારા એક વખતનાં પ્રિય પ્રોફેસર શ્રી. અવિનાશ લેલે મારી સાથે હતાં, હું ત્યાં ડો. પ્રોફેસર બાબા પાઈને મળ્યો.  તેઓ આજથી ૩૦ વર્ષ પહેલાં મારા કોરોઝન વિષય પર મેં લખેલાં પ્રોજેક્ટ નિબંધના માર્ગદર્શક હતાં.  ત્યારે તેઓ મને વૈજ્ઞાનિક જેવા લાગ્યાં હતાં.  ૩૦ વર્ષ પછી તેઓ એક નવા જ અવતારમાં મને મળ્યાં. તેઓ પહેલાંથી વધુ ભવ્ય, ગૌરવશાળી  અને શાંત લાગે છે. તેમનાં વ્યક્તિત્વમાં   જાણે નવું પરિવર્તન થયું  હોય તેવું લાગે છે!              


ITMનાં ડાયરેક્ટર ડો. બાબા પાઈ. ITM યુનિવર્સને  ભાવી પેઢી માટે સુંદર બનાવવા માટે રાત -દિવસ એક કરે છે.
 

 હું ઘણા વર્ષોથી વિવિધ કરિયરલક્ષી  યુવાનો માટે વ્યક્તિત્વ વિકાસના વર્ગો લઉં છું. મારું કાર્ય ક્ષેત્ર ભુજથી શરુ થઇ  રાજકોટ, વડોદરા , અમદાવાદ , ગુજરાત અને મુંબઈ સુધી છે. જયારે હું કોઈ પણ વ્યક્તિને બદલતી , વિકસતી  જોંઉ છું. ત્યારે આનંદનો અનુભવ થાય છે. ઘણા મનોચિકિત્સક અને મનોવૈજ્ઞાનિક એવું માને છે 

" વ્યક્તિત્વ બદલવું મુશ્કેલ કામ છે"

હું આ વાતનો સ્વીકાર કરું છું  પણ આપણે ઈચ્છા શક્તિનો ઉપયોગ કરીને આપણા વ્યક્તિત્વને સમાજ ઉપયોગી બનાવી શકીએ છીએ. સ્વામી વિવેકાનંદ કહે છે " આપણે આત્મવિકાસ કરી આપણા આત્મામાંથી અનંત શક્તિ મેળવી શકીએ છીએ અને વ્યક્તિત્વનો વિકાસ કરી શકીએ છીએ. ડો. બાબા પાઈને મેં ITM યુનિવર્સીટીમાં મોડી સાંજ સુધી કામ કરતાં જોયાં છે. એક સરકારી ક્ષેત્રમાં કામ કરતી વ્યક્તિ ધારે તો પ્રાઈવેટ ક્ષેત્રમાં સફળ થઇ શકે છે. તેનું તેઓ ઉદાહરણ છે. ડો. બાબા પાઈ મને વધુ કામ કરવાની પ્રેરણા આપે છે. 

મેં થોડા સમય પહેલાં ITM યુનિવર્સમાં ૨ સેમીનાર કરેલા ૧ સેમીનાર MBAનાં વિધાર્થીઓ માટેનો અને બીજો  ત્યાંના પ્રોફેસર માટેનો "સર્જનાત્મક સંવાદ્કલા" નામનો સેમીનાર કરેલો તે ડો. પાઈ સર અને ત્યાંના પ્રોફેસરોને પસંદ પડેલો. ITMમાં સારા સેમીનાર હોલમાં આ ટ્રેઈનીંગ શો. થયેલો. મને પણ ત્યાંનું વાતાવરણ ગમી ગયેલું. આ સેમિનારની કેટલીક યાદો ઉપરની વિડીયોમાં તમે જોઈ શકો છો.     

          

 ૨ અઠવાડિયા પહેલાં મને ડો. પાઈએ ITMમાં સ્વામી વિવેકાનંદના જીવન અને કથન પર આધારિત " યોગદાન વ્યક્તિત્વ વિકાસ"  નામનાં ભવ્ય કોર્સ કરવા માટે આમંત્રણ આપ્યું. આ કોર્સ આજના યુવાનોને ઉપભોક્તા વ્યક્તિમાંથી ઉપયોગી વ્યક્તિ બનાવવા માટેનો અભૂતપૂર્વ કોર્સ છે.   



હું ઈશ્વરનો આભારી છું કે મને મારા બાળપણનાં રોલ મોડેલ સ્વામી વિવેકાનંદનાં વિચારો પર તાલીમ આપવા માટે પસંદ કરવામાં આવ્યો. હું ગુજરાત ટેકનીકલ યુનિવર્સીટી(GTU) નો આ સુંદર કોર્સ આપવા માટે અને I BECOME પબ્લીશરનો આ સુંદર કોર્સ તૈયાર કરવા માટે આભારી છું. 

તમે મને દર ગુરુવાર અને શુક્રવારે ITM યુનિવર્સીટીમાં મારા મનગમતા નગર વડોદરામાં  મળી શકો છો. આજકાલના આધુનિક, મહત્વકાંક્ષી અને ચંચળ  મનનાં અનેક ભાવી ઈજનેરોને (CPD) નામનો કોર્સ કરાવતો જોઈ શકો છો. મને મળવા આવશો ? 

આ દિવસો દરમ્યાન તમે ITMમાં પધારો. ♚♚♚   




Comments

Popular posts from this blog

મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ?

Neerav Gadhai's introduction

નીરવ ગઢાઈનો પરિચય :