મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ?

મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ? 


હું એક ઈંગ્લીશ ભાષા  સર્જનાત્મકતાથી શીખવનાર શિક્ષક છું. મને મારા વિદ્યાર્થીઓ સાથે ઈંગ્લીશ ફિલ્મ બનાવવાનું સપનું હતું પણ તેમાં મારું આળસ મને આડે આવતું હતું.
હું ફિલ્મ ન બનાવવાનાં કારણો શોધવા લાગ્યો. જેમકે હું એક નાનકડાં નગરમાં રહું છું. અહીં મને સારો કેમેરા 
કેવી રીતે મળશે ? જો તે મળે તો મારી પાસેથી વધુ રૂપિયા લઇ લેશે. મને ડાયરેકશન કરતા આવડતું નથી. મુંબઈમાં સારા ડાયરેક્ટર ઘણા મોઘા છે.  જો હું ફિલ્મ બનવું તો જોશે કોણ ? અને અંગ્રેજી ફિલ્મ મારા શહેરમાં સમજશે કોણ.? 

પણ જયારે મેં સુજોય ઘોષની " અહલ્યા"  જોઈ ત્યારે મારાથી ન રહેવાયું. મને થયું કે એક ફિલ્મ તો હું જરૂર બનાવીશ. 

મને ફિલ્મની વાર્તા ક્યાંથી જડી ?



હું થોડા સમય પહેલાં પોલીટેકનીક કોલેજમાં ઈંગ્લીશ બોલતા શિખવાડવાનું કામ કરતો હતો. આ કોર્સ પૂરો થયો ત્યારે અંતિમ દિવસે એક પાર્ટીનું આયોજન થયું હતું. આ પાર્ટીમાં રાજ જોષી નામનો સ્ટુડન્ટ સારું ગીટાર વગાડતો હતો અને તે જોઇને મને ગીટાર પર ફિલ્મ કરવાનો વિચાર આવ્યો. મેં તે વિચાર રાજ જોશીને કહ્યો. મેં બીજે દિવસે મારા બે દીકરાઓ કુશલ અને કબીરને પણ રાજ સાથે બેસાડ્યા . મારા ભાઈનાં દીકરાને પણ સાથે લીધો.  મારા પર્સનાલિટી ડેવલોપમેન્ટ એકાદમીના ક્રીએટીવ ક્લાસમાં બેસી અમે મીટીગ કરી .  



પછીનાં દિવસે મેં મારી પહેલાની સ્ટુડન્ટ જગુબા કેસરિયાને બોલાવી. અમે ભેગા મળીને ઘણા સર્જનાત્મક વિચારો કર્યા, વાતો કરી, સાથે હસ્યા તે દરમ્યાન મારા મનમાં વાર્તા સર્જાઈ ગઈ હતી ...મને વાર્તા જુદા જુદા સીનમાં દેખાવા લાગી ને મેં પહેલો ડ્રાફ્ટ તૈયાર કર્યો. પછી અમે માત્ર ૩ કલાકમાં  ફિલ્મ શૂટ કરી લીધી.. મને કામ કરવાની એટલે મજા આવી કે

 દરેક એકટરને જોઇને   મેં કેરેક્ટરને તૈય્યાર કર્યું હતું.  

Process of making film is very creative !  

મારી ફિલ્મ બનાવવાની પ્રક્રિયા ? 

1. મને ગમતાં લોકોને ભેગા કરું છું અથવા  જે મને પસંદ કરતા હોય તેવા લોકોને ભેગા કરું છું. 
2. મારા સેન્ટરમાં બધા ચા પાણી નાસ્તો કરે અને પાર્ટી કરે.
3. અમે વિવિધ ક્રિયાઓ ડાન્સ , ગીત કે પછી જોક્સ કરીએ અને ત્યાર પછી વાર્તા ધડીએ.  
4. હું તેમની વાત કરવાની , ચાલવાની , હસવાની શૈલી જોઇને પ્રેરિત થાઉં અને તેમને રોલ આપું. 
5. તેમને જોઇને રોલ લખું . 
૬ ૧ થી ૨ દિવસમાં ફિલ્મ તૈયાર ! 

The process of film making is  very creative. Students learn,enjoy and develop communication skills and  acting skills during the process of film making. 

ફિલ્મ સર્જાવાની કળા ખુબ જ સુંદર અનુભવ છે. એક સારા શિક્ષકે તે શીખવી જોઈએ . તમે જો આ કલાનો ઉપયોગ કરો તો વિધાર્થીમાં આત્મવિશ્વાસ , સંવાદ્કલા અને સમજણ શક્તિનો વિકાસ કરી શકો.
વિજ્ઞાન, ઈંગ્લીશ, ગણિત જેવા વિષયો પણ ફિલ્મ બનાવી ને સારી રીતે સમજાવી શકાય.

તમે પર્સનાલિટી ડેવલોપમેન્ટ અકાદમીમાં જોડીને  ફિલ્મ બનાવવાની કળા શીખી શકો છો. જો તમે આમન્ત્રણ આપશો તો અમે તમારી શાળા કે કોલેજમાં આવીને ફિલ્મ દેખાડી જઈશું અને ફિલ્મ સર્જાવાની  કળા પર તાલીમ પણ આપીશું 

 we can also come to your schools , colleges to show the film. of course, by invitation. ❤ 

you can come at personality development academy to learn by creativity.

સર્જનાત્મ્ક્તાથી શિક્ષણ આપવા કે મેળવવા માટે અમારા દ્વાર હંમેશા ખુલ્લાં છે.    

Comments

Popular posts from this blog

Neerav Gadhai's introduction

નીરવ ગઢાઈનો પરિચય :