આ ચુંટણીમાં તમે કેવા ઉમેદવારને મત આપશો?


ડો. વિજય ગૌસ્વામી અમારા કરિયર સકસેસ વોટસ અપ ગ્રુપમાં છે. તેમની સાથે થયેલી વાતના પરિણામ રૂપે આ વિષય પર ૫  પોઈન્ટ કહું તે પહેલાં આ બે વિડીયો જુવો 

 આ ધારાસભ્ય  લોકસેવક છે. ૩૦ વર્ષથી ચૂંટાયેલા છે. આ ચૂટણીમાં ભાગ લીધો  છે. સ્થળ : જુનાગઢ . નામ : મહેન્દ્ર મશરૂ , કામ : નિસ્વાર્થ સેવા , પગાર અને ભથ્થું : શૂન્ય , ૦ , સેવાનો આનંદ : અનંત , સેવા માટે લગ્ન નથી કર્યા. તેમનો આ સરસ ઈન્ટરવ્યું જોશો તો ખયાલ આવશે કે ધારાસભ્ય કેવા હોવા જોઈએ ?
                             
MAL ડો. અનીલ જોષીયારા , ૨૫ વર્ષથી ચૂંટાયેલા છે. આ ચૂટણીમાં પણ ઉભા છે. સ્થળ: ભિલોડા. વ્યવસાય : ડોકટર છે. એમ.બી.બી.એસ. એમ.ડી. અને ખેડૂત છે.  કામ સેવા અને ખેતી ...આ ઈન્ટરવ્યું જોવાથી તમે તેમનાં વિષે વધુ જાણી શકશો અને સારા ધારાસભ્ય કેવા હોવા જોઈએ ? તે સમજી શકશો.
હવે , આ ચૂટણીમાં મત કેવી રીતે આપશો ? કોને આપશો?
 તે માટે વધુમાં વધુ ૫ મુદ્દા કહીશ
૧. તમે તે ઉમેદવારને જ મત આપજો જેને તમે મુશ્કેલીનાં સમયે ફોન કરીને મદદ માટે બોલાવી શકો. તમે હોસ્પિટલ હોવ , કે તમારા કુટુંબમાં કોઈ બીમાર હોય તો તે તમને મદદ કરે. સેવા કરે. સરકારી શાળામાં બાળકોનાં પ્રવેશ માટે મદદ કરે અથવા કોઈ તમારી સામે અન્યાય થાય ત્યારે તમારી સાથે ઉભા રહે. 
શું તમે  જેને વોટ કરો છો તે ઉમેદવારનો ફોન નંબર તમારી સાથે છે ?    
૨. તમે તે ઉમેદવારને  મત આપજો કે તમે તેને મળવા માટે કોઈ સંકોચ વગર જઈ શકો અને તમને ખાત્રી હોય કે તે તમારું હસતાં મુખે સ્વાગત કરશે.
૩. તમે જે ઉમેદાવાર બહુ ગાડીઓ , પોલીસોનાં કાફલા વચ્ચે હોય તેને મત આપશો નહિ કારણકે તે તમારી સેવા કે મદદ નહિ કરી શકે. તેને પોતાને જ જીવન જીવવા માટે અનેક સેવાઓ લેવી પડે છે. 
૪. જો તમારા પ્રદેશમાં ઉપર જે વિડીયો જોયો  તેવા લોકસેવકો ધારાસભ્ય તરીકે  ચૂટણીમાં ન ઉભા હોય તો કોઈ ને મત ના આપો. પણ નોટા કરો NOTA
૫. નોટા એટલે અમને આ લીસ્ટમાંથી કોઈ પણ ઉમેદવાર પસંદ નથી. બીજી વાર નવા સેવાભાવી ઉમેદવારો ઉભા કરીને ચુંટણી યોજો. 
નોટાની વધુ માહિતી માટે આ વિડીયો જુવો.
           .    
        નોટનું ચિન્હ જુવો , તેના પણ બટન દબાવો . આ ચિન્હ નીચે છે.

કેટલાંક લોકો મને આંસુભરી આંખે સંદેશ મોકલાવી રહ્યાં છે કે આપણે કેવા " લાચાર છીએ " . મને એક સંદેશો પ્રજાપતિ સાહેબ આપ્યો. તે મુજબ જો ૧૩ %થી વધુ નોટા આવે તો ફરીથી ચુંટણી કરાવી પડે ...જોુ તમે આ લેખને શેર કરો તો વધુ લોકો નોટા કરે ...હાલમાં તો ધારાસભ્ય ની ટીકીટ આપવાનું પાર્ટીઓ જ નક્કી કરે છે. કોઈ પણ પાર્ટી ઉપરથી કોઈ ઉમેદવારને આપણા પર ઠોકી બેસાડે તેને લોકશાહી કેમ કહેવાય? તે કામ જે તે પ્રદેશના લોકોએ જ કરવું જોઈએ. મને આશાનું કિરણ દેખાય છે. જો લોકલ લોકોમાં કામ કરતાં લોકો પસંદ થાય તો જ આપણું કામ થાય . માટે નોટા કરો ..તમને અણગમતાં ઉમેદવારોને પસંદ ન કરો. તમારી સાચી લાગણીને રજુ કરો. વોટ આપો અને ઉમેદવાર ન ગમતા હોય તો નોટા કરો.

Comments

Popular posts from this blog

મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ?

Neerav Gadhai's introduction

નીરવ ગઢાઈનો પરિચય :