૨૪ કલાકનો પડકાર : શું તમે માત્ર 24 કલાકમાં આત્મવિશ્વાસથી અંગ્રેજી બોલવા તૈયાર છો?
મિત્રો , ચાલો....માત્ર ૨૪ કલાકમાં આત્મવિશ્વાસથી ઈંગ્લીશમાં બોલીએ .
શું તમે માત્ર 24 કલાકમાં આત્મવિશ્વાસથી અંગ્રેજી બોલવા તૈયાર છો?
શું તમને અંગ્રેજી બોલતા અચકાવટ થાય છે?
શું ગ્રામર અઘરું લાગે છે?
શું લોકો સામે અંગ્રેજી બોલવામાં ડર લાગે છે?
જો તમારો જવાબ "હા" હોય, તો હવે ચિંતા કરવાનો સમય નથી!
પર્સનાલિટી ડેવલપમેન્ટ એકેડમીમાં, અમારું માનવું છે કે અંગ્રેજી શીખવું એ માત્ર ખુશખુશાલ જ નહીં, પણ વ્યવહારુ અને આત્મવિશ્વાસ વધારનારો અનુભવ હોવો જોઈએ. આ જ વિચાર સાથે, અમે અમારો ખાસ તાલીમ કાર્યક્રમ બનાવ્યો છે: "મિત્રો, ચાલો... માત્ર 24 કલાકમાં આત્મવિશ્વાસથી અંગ્રેજીમાં બોલીએ!"
આ અનોખો કાર્યક્રમ સૌપ્રથમ 2015માં ડી.ડી. ગીરનાર ટીવી ચેનલ પર રજૂ થયો હતો અને ત્યારબાદ ગુજરાત સરકારની 16 ચેનલોમાં પ્રસારિત થયો. હજારો વિદ્યાર્થીઓને તાલીમ આપ્યા પછી, આ કાર્યક્રમને વારંવાર અપગ્રેડ કરીને હવે કોર્સ સ્વરૂપે તમારી સમક્ષ રજૂ કરતાં અમને અત્યંત આનંદ થાય છે.
શા માટે અમારો 24 કલાકનો પડકાર કામ કરે છે?
પર્સનાલિટી ડેવલપમેન્ટ એકેડમી 1991થી અંગ્રેજીની આધુનિક રીતે તાલીમ આપતી એક અગ્રણી સંસ્થા છે. અમે એવી અનોખી પદ્ધતિ વિકસાવી છે જેમાં તમારી ક્ષમતા જાણીને , કલાત્મક સર્જનાત્મકતા ઉમેરીને , તાલીમ આપવામાં આવે છે અને તેમાં એક ઊંડો સામાજિક ઉદ્દેશ્યનું અદભુત મિશ્રણ છે. અમારી 24 કલાકની તાલીમ તમારા આત્મવિશ્વાસ અને અંગ્રેજી બોલવાની પ્રવાહિતતા વધારવા માટે રચનાત્મક પ્રવૃત્તિઓથી ભરપૂર છે.
આ તાલીમમાં તમે શું શીખશો?
અમારી 24 કલાકની તાલીમ અનેક રસપ્રદ વિડીયો ક્લિપ્સ અને પ્રવૃત્તિઓમાં વહેંચાયેલી છે:
વાર્તાઓ દ્વારા ગ્રામર શીખો: કંટાળાજનક નિયમોને અલવિદા કહો! અમે આકર્ષક વાર્તાઓનો ઉપયોગ કરીને અંગ્રેજી ગ્રામરને સરળતાથી સમજાવીએ છીએ અને યાદ રાખીએ છીએ.
ધ્યાન અને આરામથી ફોકસ વધારો: આત્મવિશ્વાસની શરૂઆત શાંત અને કેન્દ્રિત મનથી થાય છે. તેથી જ અમારા કાર્યક્રમમાં ધ્યાન કેન્દ્રિત કરવા અને આરામની ખાસ તકનીકોનો સમાવેશ થાય છે. આ વીડિયો ક્લિપ જુઓ:
કલ્પનાશક્તિ દ્વારા આત્મવિશ્વાસ સાથે રજૂઆત: અમે તમારી કલ્પનાશક્તિને ઉત્તેજિત કરીને તમને ઉત્તમ પ્રેઝન્ટેશન બનાવતા અને આત્મવિશ્વાસથી અંગ્રેજી બોલતા શીખવીએ છીએ.
ગીતો દ્વારા અંગ્રેજી શીખો: શીખવું ક્યારેય આટલું મજાનું નહોતું! અમે તમને અંગ્રેજી ગીતો દ્વારા ગ્રામર શીખવીએ છીએ. શું તમે જાણો છો કે એરિક ક્લેપ્ટનના ક્લાસિક ગીત "Wonderful Tonight" દ્વારા તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખી શકો છો? આ વિડિયો જુઓ:
કલાક ૧ : દિવસ ૧
કલાક ૨ : દિવસ ૨
Comments
Post a Comment