ગુરુ-શિષ્ય પરંપરાનું આધુનિક સ્વરૂપ: પર્સનલ કોચિંગ (1-1-1 પદ્ધતિ) શા માટે શ્રેષ્ઠ છે? Why is Personal Coaching (The Modern Guru-Shishya Parampara) the Best Method?
         Teaching By Personal Coach :    ગુરુ શિષ્ય પરમ્પરા  ગુરુ શિષ્ય પરમ્પરાથી શિક્ષણ શા માટે શ્રેષ્ઠ છે ?  નમસ્તે, હું નીરવ ગઢાઈ. હાલમાં હું ITM UNIVERSEમાં ૫૦૦ ભાવિ ઇજનેરોને ‘CONTRIBUTOR PERSONALITY DEVELOPMENT’ અને ૧૦૦ ભાવિ મેનેજરને ‘લીડરશીપ અને પબ્લિક સ્પીકિંગ’ની તાલીમ આપી રહ્યો છું. આ અનુભવે મને એક મહત્ત્વની વાત સમજાવી છે: આજના વિદ્યાર્થીઓમાં વધતી જતી ચંચળતા.  આ ચંચળતાને કારણે તેઓ કોઈ પણ વિષય પૂરી તન્મયતાથી શીખી શકતા નથી. આ પડકારને દૂર કરવા માટે, હું તાલીમની શરૂઆત ભારતીય ધ્યાન પદ્ધતિઓનો ઉપયોગ કરીને કરું છું, જેથી વિદ્યાર્થીઓનું મન શાંત થાય અને તેઓ ખરા અર્થમાં શીખવા માટે તૈયાર થાય. પર્સનલ કોચિંગ: પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનનો સંગમ જો તમે ભારતના ભવ્ય ઇતિહાસ પર નજર કરશો, તો ખ્યાલ આવશે કે ગુરુ-શિષ્ય પરંપરાથી અપાતું શિક્ષણ કેટલું અસરકારક હતું. આજથી હજારો વર્ષો પહેલાં નાલંદા વિશ્વવિદ્યાલયમાં વિદેશથી વિદ્યાર્થીઓ જ્ઞાન લેવા આવતા હતા, જે આ પરંપરાની સર્વશ્રેષ્ઠતા સાબિત કરે છે. પર્સનાલિટી ડેવલોપમેન્ટ અકાદમી (PDA)માં, અમે આ જ ગુરુ-શિષ્ય પરંપરાને ‘પર્સનલ કોચિંગ’ ના આધુનિક...