Posts

Showing posts from December, 2023

પડછાયો અને પર્સનાલિટી

  એક દિવસ પડછાયો, પર્સનાલિટી થઈ ગયો.  કહે મને,  "હું નથી કંઈ કાળી, ઉભી, લીટી, મારી તો છે આગવી પર્સનાલિટી મારા રૂપ અનેક,  કૃષ્ણના હું કુળનો અને રામ જેવું રૂપ ,  મેં કેટલાય કંસને કચડ્યા ,  મેં મારા હાથે,  રમતા રમતા કેટલાય રાવણને હણ્યા, ગામની ગોપીઓ મારી પાછળ ગાંડી થઈ  ફરે, અને રાધાઓ રડે ચોધાર મારા વગર, એવો કરોડોમાં હું એક" હું તો કશુંય બોલ્યા વગર , તેની સામે ટગર ટગર જોઈ રહ્યો આ પડછાયો આટલીથી ન અટક્યો. કહેવા લાગ્યો  "જીસસ મારા જીવનમાં પ્રગટે ,  ને મોહમ્મદ મને માર્ગદર્શન આપે છે,  કબીર જેવા તો કેટલાય મને પૂછી પૂછીને કામ કરે " આ દુનિયાને મારા વગર એક ઘડીએ ન ચાલે, મારી આગળ પાછળ લોકોના ટોળા અનેક, હવે હું હેબતાઈ ગયો, થોડો ગુસ્સે પણ થયો, મને થયું કે આ પડછાયાને કંઈ કહું, તેને શાંતિથી સમજાવું કે ' ભાઈ, આટલો મોટો ઈગો કંઈ કામનો નહીં' પણ તેને કઈ કહું તે પહેલા  લાઈટ ચાલી ગઈ, અને પડછાયો અદ્રશ્ય થઈ ગયો. નીરવ મને તમે અહીં મળી શકશો. https://maps.app.goo.gl/oS2SSF1X2TL5DEiH9  

Shadow and personality

  One day a shadow became the personality. and started talking to me "I am not a  black, vertical, line, I have a unique personality,  My forms are many,  I am from Krishna's clan and I have a Rama-like form, I crushed many a kansaa like Lord krishna did, I smote several Ravanas playfully with my hands, like Lord Rama did !  The gopis the girls of the village follow me madly,And many Radhas die for me,  "I am one in millions."  Without saying anything,  I observed the shadow.  The shadow did not stop there. began to say  "Jesus appeared in my life, Mohammed guides me many times, Many fakirs, many Kabirs, ask for my guidance." This world can't go on for a minute without me,Crowds of people follow me,  Now I'm stumped, A little angry too, I felt like saying something to this shadow, I wanted to Explain to him calmly 'Brother, such a big ego is of no use'  But before I say anything to him the light went out, And the shadow disappe...