તમારી કિંમત શું ? What is your value?




એક ગરીબ છોકરાને એક તેજસ્વી પથ્થર મળે છે. તે તેના ગુરુ પાસે જાય છે અને કહે છે કે આ પથ્થર મને મળ્યો છે મને આ પથ્થર વેચી નાખવો છે.

તેના ગુરુ આ પથ્થરને ધ્યાનથી જુએ છે અને ત્યાર પછી તેને સલાહ આપે છે તો આ પથ્થર હમણાં વેચીશ નહીં પણ તને જે વ્યક્તિ યોગ્ય લાગે તેની પાસે જા અને આ પથ્થર દેખાડી અને કહે કે તમે મને કેટલા પૈસા આપશો?

આ છોકરો તેની નજીકમાં રહેતા અને કેળા વેચતા એક ફેરીયા પાસે જાય છે અને કહે છે " તમે મને આ પથ્થરના કેટલા પૈસા આપશો? મને લાગે છે કે આ પથ્થર બહુ કીમતી છે તો તમે તેનો યોગ્ય ભાવ કરી અને મને કહો."  કેળા વાળો કહે છે " મને કોઈ પથ્થર ની જરૂર નથી, મારે આ પથ્થરને સાચવવું પડે અને મારું ધ્યાન તો કેળા વેચવામાં જ રહે છે 

 પેલો ગરીબ છોકરો કેડાવાળાને કહે છે  "તમે આ પથ્થરના બદલે મને શું આપશો? તો કેડા વાળો કહે છે " હું તને એક ડઝન કેળા આપીશ."


છોકરો તેના ગુરુના કહેવા પ્રમાણે પથ્થર વેચતો નથી અને ત્યારબાદ તે એક વેપારી પાસે જાય છે અને વેપારીને તે પથ્થર દેખાડી ને કહે છે કે આ પથ્થર મને બહુ જ કીમતી લાગે છે તમે આ પથ્થરનાં  કેટલા પૈસા આપશો ? વેપારી પથ્થર જુએ છે અને વિચારે છે તેને લાગે છે કે આ જરૂર કીમતી પથ્થર છે માટે કહે છે કે હું તને આ પથ્થરના બદલામાં 500 રૂપિયા આપીશ. હવે, છોકરો ચમકી જાય છે તેને લાગે છે કે તેના ગુરુનું કહેવું સાચું છે, તેને લાલચ પણ થાય છે પથ્થર વેચવાની પણ તે પથ્થર આપતો નથી અને ત્યાંથી ચાલ્યો જાય છે.


 તે પથ્થરને સાચવે છે.

 છોકરો મોટો થઈ જાય છે .

તે છોકરો એક હીરાના વેપારી પાસે કામ કરે છે. આ હીરાનો વેપારી બહુ જ મોટો વેપારી છે થોડા દિવસ કામ કર્યા પછી તે વેપારીને પથ્થર દેખાડે છે અને કહે છે કે આ પથ્થરના તમે કેટલા પૈસા આપશો? હીરાનો વેપારી પથ્થર જોઇને ચમકી જાય છે તેને થાય છે કે  તેને થાય છે કે આ પથ્થર તો કોહીનુર ના હીરા જેવો છે.  તે કહે છે કે આ દુકાન તારી અને આ બધા જ ઘરેણાં તારા અને આ બધા જ હીરા તારા આ પથ્થરો મને આપી દે. 


ત્યારે, તેને ગુરુ ના શબ્દો યાદ આવે છે તેને કહે છે કે હું પથ્થર તમને વિચારીને આપીશ.

ત્યારબાદ તે એક મોટા શહેરમાં જાય છે અને ત્યાં એક વિશાળ શોરૂમમાં જય અને મોટા હીરાના વેપારીને મળે છે આ હીરાનો વેપારી તેને કહે છે કે "હું તને પથ્થરના દસ કરોડ રૂપિયા આપવા તૈયાર છું" 

ત્યારે આ છોકરો પથ્થર વેચી નાખે છે અને કરોડપતિ બની જાય છે


તમે જ્યારે કોઈ ચીજ વેચવા નીકળ્યો ત્યારે ધ્યાન રાખવું કે તમે કોને વેચો છો તમારા જીવનમાં આજે તક છે આ તક તમારી ગુમાવી દેવી ન જોઈએ અને યોગ્ય વ્યક્તિ પાસે જઈ અને તમારી આવડત દેખાડવી જોઇએ તમારી શક્તિ દેખાડવી જોઇએ અને તમારી કિંમત યોગ્ય રીતે મેળવવી  જોઈએ તેવો મેસેજ આ વાર્તા માંથી મળે છે 

A poor boy finds a brilliant stone. He goes to his Guru and says I got this stone I want to sell this stone.

His guru looks at this stone carefully and then advises him not to sell this stone now but go to the person whom you think is suitable and show this stone and say how much money will you give me?


The boy goes to a feria who lives nearby and sells bananas and says "How much will you give me for this stone? I think this stone is very valuable so price it right and tell me." The banana man says "I don't need any stone, I have to save this stone and my focus is on selling bananas."

 The poor boy says to the peddler "What will you give me instead of this stone?" The peddler says "I will give you a dozen bananas."


The boy does not sell the stone as told by his guru and then he goes to a merchant and shows the merchant that stone and says this stone is very valuable to me, how much will you pay for this stone? The merchant sees the stone and thinks that this is a precious stone, so he says I will give you 500 rupees in exchange for this stone. Now, the boy is enlightened he feels that what his Guru is saying is true, he is tempted to sell the stone but he does not give the stone and goes away.


 It preserves the stone.

 The boy grows up.

The boy works for a diamond merchant. This diamond merchant is a very big merchant after working for a few days he shows the stone to the merchant and says how much money will you pay for this stone? The diamond merchant is dazzled by the sight of the stone and realizes that this stone is like the Kohinoor diamond. He says this shop is yours and all these jewels of yours and all these diamonds of yours these stones should be given to me.


Then, he remembers Guru's words saying to him that I will give the stone to you in thought.

He then goes to a big city and meets Jay and a big diamond merchant in a huge showroom.

Then this boy sells the stone and becomes a millionaire


When you go out to sell something, be careful who you sell to. Today is an opportunity in your life. Don't miss this opportunity and go to the right person and show your skills. Show your strength and get your price right. This is the message. comes from the story

Comments

Popular posts from this blog

મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ?

Neerav Gadhai's introduction

નીરવ ગઢાઈનો પરિચય :