વાણી વિકાસની સાધના: પબ્લિક સ્પીકિંગ ( ઈંગ્લીશ અથવા ગુજરાતી ભાષાઓમાં) : Power of public speaking

 

  

          

                                   વાણીની સરવાણીને મધુર બનાવતા મારા  

                                      " public speaking training show" ની 

                                              છેલ્લી ૫ મિનીટનો વિડીયો જુવો. 


     " જો આ વિડીયો ગમ્યો હોય તો આગળ વાંચો."  

    



 Benefits of public speaking:

પબ્લિક સ્પીકિંગના ફાયદા  

જાહેરમાં બોલવા સિવાય નીચેના ફાયદા પબ્લિક સ્પીકીન્ગને એક ઉપયોગી તાલીમ સાધના બનાવે છે. 

૧. તમારા વિચારોને અનેક લોકો સામે સર્જનાત્મકતાથી સત્વરે રજુ કરવાની કળા 
( શ્રી . નરેન્દ્ર મોદી આ કળાના માસ્ટર છે.)   
૨. આત્મવિશ્વાસ અને હિમ્મતનો વિકાસ 
૩. નેતાની જેમ  વિચારવું અને નેતાની જેમ  કાર્ય કરવાની પ્રેરણા 
૪. સક્ષમ દ્રશ્ય અને શ્રાવ્ય  અભિવ્યક્તિ 
     

Who should join public speaking courses? 

પબ્લિક સ્પીકિંગ કોના માટે ? 

આ કોર્સ શિક્ષકો, પ્રોફેસર, સંશોધકો , વિધાર્થીઓ માટે ઘણો જ ઉપયોગી છે. પણ નીચે જણાવેલા વ્યવસાય અને કરિયરમાં આ કોર્સ અત્યંત ઉપયોગી છે. 

1. Entrepreneurs ઉદ્યોગ સાહસિક  

2. Businessman and shopkeepers વેપારી  

3. Salesmen વેચનાર  

4. Managers સંચાલક  

5. Lawyers. વકીલ 

6. presenters પ્રોગ્રામ રજુ કરનાર 

7. TV anchors ટીવી સંચાલક  

8. Actors  અભિનેતા 

9 Show hosts શો સંચાલક  

10. politicians  રાજકારણી / 

11. leaders from any field નેતા                               

વાણી વિકાસની  સાધના                         



વાણી વિકાસની વાત  

હું ગુજરાતી માધ્યમમાં ભણ્યો હતો . મને અંગ્રેજીમાં બોલવામાં સંકોચ થતો હતો. મને ગુજરાતની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં ઈજનેરી વિદ્યાશાખામાં પ્રવેશ મળ્યો ત્યારે મારા માતા પિતા ખુબ જ ખુશ થયેલાં કારણકે તેઓ માનતા હતાં કે ગુજરાતની એક માત્ર યુનિવર્સીટીનાં પ્રોફેસરો સારું અંગ્રેજી બોલી જાણતા તે હતાં એમ.એસ.યુનિવર્સીટીનાં પ્રોફેસરો!!! 

પણ આજ વાત મારા દુખનું કારણ બની ગઈ. ❤  

મને અંગ્રેજીમાં ઈજનેરી શાખાનાં પુસ્તકો જેને લોકો થોથા કહે છે તે વાંચતા ફાવ્યું નહિ. મારા પ્રોફેસરો કઈ ભાષામાં બોલતાં હતાં તે સમજાતું  નહીં આથી મારી હાજરી કોલેજમાં ઓછી અને ફિલ્મ કે નાટકના થીએટરમાં વધુ હતી. મારા પ્રથમ સેમિસ્ટરમાં ૫ વિષય હતાં અને બીજા સેમિસ્ટરમાં ૬ વિષયો હતાં અને હું બધા જ વિષયોમાં એટલે કે ૧૧ વિષયોમાં ફેલ થયો.!❤ 

મારા પિતાજીએ મને વડોદરાની એમ.એસ. યુનિવર્સીટી છોડીને ભુજની લાલન કોલેજમાં જોડાવાની સલાહ આપી. મને તે મંજુર નહોતું . હુજ તો માંડ હું મારા ઘરથી મુકત થયો હતો. વડોદરાની મુકત હવામાં મહાલતો થયો હતો. ગર્લ્સ હોસ્ટેલનાં ધક્કા ખાતો થયો હતો. હવે આ બધું છોડીને  મને ઘેર પાછા જવું પસંદ નહોતું.. આથી , હું ભણવા માટે સીરીયસ થયો. કોલેજની લાયબ્રેરીમાં ભણતો થયો. ઉપવાસ , એકટાણા રાખતો થયો. મેડીટેશન કરતો થયો. બીજા વર્ષે મને યુનિવર્સીટીમાં ૪, ત્રીજા વર્ષે ૧ પ્રથમ અને ફાઈનલ ઇયરમાં ૨જો ક્રમ મળ્યો. તે માટે મારા પ્રોફેસર અને મિત્રોનો આભારી છું. ✌  

જયારે હું કોલેજ છોડીને મુંબઈમાં આવ્યો ત્યારે ઉમંગ અને ઉત્સાહથી ભરપુર હતો. કારણકે હું એમ.એસ.યુનિવર્સીટીનો ટોપર હતો.  મને પહેલી જોબ જે.જે. કેમિકલ નામની કંપનીમાં મળી . તે કેમિકલ વેચાણનું કામ કરતી. મારી નોકરીનું ટાઈટલ હતું. " સેલ્સ એક્સ્યુકીટીવ " મારી નીચે ૩ સેલ્સમેન અને એક ક્લાર્ક હતો. આ બધા જ લોકો કામ કરવામાં ઠંડા અને બોલવામાં હોશિયાર હતાં. તેઓ સારું અંગ્રેજી બોલી શકતાં , " સર, સર કહી વિનય , વિવેક દેખાડી શકતા . હું કામ કરવામાં પરિણામલક્ષી અને ગરમ મિજાજનો હતો. મને અંગ્રેજી બોલવાનું જરાય ફાવતું નહીં અને સર, સર બોલીને વાણીનો વિવેક કરવાનું આવડતું નહિ. મને નોકરી તો મળી પણ નોકરી કેમ ટકાવવી તે આવડ્યું નહિ .
કોલેજમાં આવું બધું હું શીખ્યો નહોતો. 
મારા બોસ એક મેડમ હતાં. તેમને મને વોર્નિગ આપી " you should be shameful on yourself , you are a student of MS Baroda and  you can not speak good English. you must speak  good  English  in a month or you will be out" ☝ 
હું ગભરાઈ ગયો. ❤
કોલેજમાં નોકરી મેળવવા અને નોકરી ટકાવવા માટે ત્યારે કોઈ શિક્ષણ આપવામાં આવતું નહોતું અને આજે પણ આપવામાં આવતું નથી. તે વાતની આજે પણ બહુ ઓછા લોકોને જાણ છે. લોકો માને છે કે કોલેજમાં જવાથી ડીગ્રી મળે અને ડીગ્રી મળવાથી નોકરી મળે . નોકરી મળે તો કઈ કાર્ય કર્યા વગર ટકી જાય. આ બધી ખોટી માન્યતાઓની પરમ્પરા છે. 
મને જયારે મારા બોસે નોકરીથી ફાયર કરવાની ધમકી આપી ત્યારે મને નીચે પ્રમાણેના વિચારો આવ્યાં
"મને નોકરીમાંથી કાઢી નાખવાની વાત કરે છે."
" એમ.એસ. યુનિવર્સીટીનાં ટોપર સાથે આ રીતે વાત કરે છે"
" હું તેને અંગ્રેજી બોલીને દેખાડી દઈશ ! 👎👎 "
   આવા બધા હીરોછાપ વિચારો એક બળાપો હતો . 
મને વાસ્તવિક જીવનનું જરાય સરખું જ્ઞાન ન હતું.       
મારી અંગ્રેજીભાષા ખુબ જ નબળી હતી. પરીક્ષાલક્ષી શિક્ષણ જ મેં લીધું હતું . હું અંગ્રેજીમાં વાંચી શકતો તો સમજી શકતો નહિ. અંગ્રેજીમાં સમજી શકતો તો લખી શકતો નહિ અને લખી  શકતો તો બોલી શકતો નહિ.
મારા જેવા હજારો ટોપરો આ દુનિયામાં બેકારો બનીને ફરે છે. તેનું મને ભાન નહોતું .
 કરિયરમાં માર્કસનું નહિ પણ મનોવલણનું અને આવડતનું મહત્વ છે તે મને કોઈ કે કહેલું નહિ અને કહ્યા વગર સમજવાની મારી અક્કલ પણ નહિ. ❤    
એક વખત મારી ઓફિસેથી બપોરના સમયે હું બહાર ટહેલવા નીકળ્યો તો મેં જોયું કે મરીન ચેમ્બર પાસે કેટલાક સ્માર્ટ છોકરાઓ અને છોકરીઓ ઉભા હતાં . તે એક ક્લાસ હતો અને ક્લાસનું નામ હતું
 " નાઝરાથ સ્પીકર્સ એકેડેમી" મને થયું આ કોઈ " ઈંગ્લીશ સ્પીકીગના ક્લાસ " લાગે છે. ચલ..જઈને તપાસ કરું. ત્યાં જઈને ખબર પડી કે તે કોઈ ઈંગ્લીશ સ્પીકીન્ગના ક્લાસ ન હોતા પણ ત્યાં એક નાઝરાથ નામના કોચ પબ્લિક સ્પીકીન્ગની તાલીમ આપતાં હતાં. 
હું કઈ પણ સમજ્યા વગર હિમ્મત કરીને ત્યાં જોડાયો. દર રવિવારે સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા સુધી 
૩ કલાકના આ વર્ગો એ મારી કરિયર અને જીવનને સંપૂર્ણ રીતે બદલાવી દીધા. 
હું ત્યાં અંગ્રેજીભાષા વિચારતા શીખ્યો. વક્તવ્યના મહત્વના નિયમો શીખ્યો. આત્મવિશ્વાસથી પ્રવચન  કરતાં શીખ્યો. મને વિચાર આવ્યો કે ગુજરાત અને ભારતમાં  હજારો યુવાનો , ઈજનેર , વિજ્ઞાનીકો , વ્યવસાયીકો , પ્રોફેસરો બુધ્ધિવાળા છે , મહેનતુ છે.  પણ તેમના વિચારો તેઓ અંગ્રેજી ભાષા કે   ગુજરાતી ભાષામાં રજુ કરવામાં મુશ્કેલી અનુભવે છે. મારે આ જીવન તેઓને આત્મવિશ્વાસથી અંગ્રેજી અને ગુજરાતીભાષામાં બોલી શકે તે માટે તાલીમ આપવામાં પસાર કરવું છે.
અને મેં મારા વર્ગો મુલુંડમાં શરુ કર્યા.
નાઝારથ મારા પ્રિય શિક્ષક હતાં. મેં માત્ર ૩૦ કલાકની તાલીમમાં અંગ્રેજી આત્મવિશ્વાસથી બોલવાની કળા સાધ્ય કરી અને મને ૨જો  નંબર મળ્યો. 
પણ કોઈ પણ કળા એક સાધના છે. અને વાણી વ્યક્ત કરવાની કલાની તો આ શરૂઆત હતી.                 
 હું અંગ્રેજીમાં બોલતો થયો પણ મેં મારી નોકરી છોડી. 
મેં ત્યાર બાદ અનેક ગુરુઓ , શિક્ષકો , કોચ પાસે  વીવિધ વિષયોમાં તાલીમ લીધી છે. અને તે હજુ સુધી ચાલુ છે. મારા ગુરુઓનું લીસ્ટ લાંબુ છે. તે જોવા મારા કરિયર વીટા પર નજર કરો. 
મારા એક ગુરુ સંવાદ કલાના ગુરુ હતા એ મને ખુજ યાદ આવે છે. તેમનું નામ હતું ઋષિકુમાર પંડયા. તેઓ અમદાવાદમાં ગુજરાતી માધ્યમ , એ વખતે તે મગન માધ્યમ કહેવાતું તેમાં ભણ્યા હતાં. પણ તેઓ અમેરિકા જવા રોટરી સ્કોલરશીપ મેળવી શક્યા હતાં અને ત્યાં જઈને તેઓ પ્રોફેસર બની ગયા . તેઓ મોન્ટ્રીયલ ,કેનેડામાં ખુબ જ સકસેસ થયા  . 
તેઓ પાસે હું પર્સનલ તાલીમ લઇ શક્યો તે મારા ધન્યભાગ્ય છે. 
શ્રી નરેન્દ્ર મોદીને પ્રવચન કળા અને સંવાદ કળા શીખવનાર તે મહાન ગુરુને બહુ ઊચ્ચ કક્ષાના લોકો સિવાય બીજા બહુ  ઓછા લોકો જાણતા હશે. તેઓ નામ અને પદના લોભથી મુક્ત હતાં. તેમના જીવનના છેલાં ૫ વર્ષ દરમ્યાન હું જે  તેઓ પાસે જે શીખ્યો તે મુકત રીતે હું બધાને શીખવીશ.



       શ્રી નરેન્દ્ર મોદીનાં વાણી ગુરુ , શ્રી ઋષિકુમાર પંડ્યા 

                       My Communication skill Guru" The communicator par excellence"

                                   Shri. Rooshikumar pandyaa   

            

Career of public speaking coach

હું ૧૯૯૧થી પબ્લિક સ્પીકીન્ગના ક્લાસ લઉં છું. મારું લક્ષ્ય . ભારતના લાખો યુવાનો , પ્રોસેસર, શિક્ષક ,  ઈજનેર , બીઝનેસમેન , સર્જકો, સંશોધકોને સુંદર સંવાદ કળા શીખવાડવાનું છે. આથી તેઓ તેમને વિચારો સારી રીતે રજુ કરી શકે . મોબાઈલ , internet, થી કોમ્યુનિકેશનમાં ક્રાંતિ થઇ પણ વાત કેવી રીતે રજુ કરવાની  કળાના અભાવમાં વાતોથી સંવાદને બદલે વિવાદ વધે છે.   

 આ કોર્સ માટે જ મારી  મુલાકાત શ્રી નરેન્દ્ર મોદી સાથે થયેલી ત્યારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતાં.

મેં તેઓને  નીચેની વાત જણાવેલી     

"Public speaking is the best Technic to speak English confidently!"

"પબ્લિક સ્પીકિંગની કલાથી ગુજરાતના યુવાનો લોકોની આંખમાં આંખ મલાવીને આત્મવિશ્વાસથી ઈંગ્લીશ બોલી શકશે સાહેબ જે  તમારું  સપનું છે." 

મારા સદભાગ્યે હું અનેક ડોકટર, ઈજનેર, પ્રોફેસર , એમબીએ, સીએ , આઈ.એ.એસ.ની તૈયારી કરતાં વિધાર્થીઓને, નોકરી મેળવવા ઈચ્છાતા યુવાનોને કે  ઈંગ્લીશ સ્પીકિંગ અને પબ્લિક સ્પીકીન્ગની તાલીમ આપી શક્યો છું.  

ઈશ્વરે મને મારાથી સમૃદ્ધ અને હોશિયાર અનેક વિધાર્થીઓ આપ્યાં છે.  

 How do I offer this course? 

હું કઈ રીતે તમને તાલીમ આપી શકું ?

આ કોર્સની તાલીમ  હું પર્સનાલિટી ડેવલોપમેન્ટ અકાદમીમાં નિયમિત રીતે આપવામાં આવે છે.  

હું અનેક યુનિવર્સીટી, કોલેજ, સંસ્થાઓ , બીઝનેસ હાઉસમાં નિમંત્રણથી તાલીમ આપવા જાઉં છું. 

આ તાલીમમાં
૧. ૩ કલાકનો તાલીમાં શો  ૨. ૨ થી ૩ દિવસના સેમીનાર   ૩. ૩૦ કલાકનો કોર્સ અને ૪. અગંત કોચિંગ / પર્સનલ કોચિંગ જેવા અનેક તાલીમના વિકલ્પો છે.  

સૌથી ઉપર મારા તાલીમ શો નો વિડીયો જુવો તે પ્રોગામ પૂર્ણ થવાના સેલિબ્રેશનનો છે. 

નીચેનો વિડીયો એશિયા મોટર વર્કસ નામની એક કંપનીના ૧૦૦ એન્જિનિયર માટે થયેલી મારી પબ્લિક સ્પીકીન્ગની તાલીમનો છે. તે અંગ્રેજી ભાષામાં છે.

My training seminar of public speaking for Asia motor work engineers at Asia Motor Works company

watch the following video.  

                      video  :  11 tips to be great public speaker  




How can you join ? તમે કઈ રીતે જોડાઈ શકો ? 

વ્યક્તિ વિકાસ અકાદમીમાં    આ પ્રોગ્રામમાં અનેક રીતે થઇ શકે છે. વધુ જાણવા માટે લીંકને કિલક કરો.   

વ્યક્તિ વિકાસ અકાદમીનો પરિચય  


આ પ્રોગામમાં પ્રવેશ મેળવવા ફી કયાં જમાં કરાવશો  ?

You can deposit the money amount at following account :

HDFC - Bhuj  name : neerav gadhai 




Information of my future programs:

મારા ભાવી કાર્યક્રમોની માહિતી:

મારી એમ એસ. યુનિવર્સીટી કે જ્યાં હું વિધાર્થી તરીકે ૫ વર્ષ ગાળી ચુક્યો છું ત્યાં મારો પબ્લિક સ્પીકિંગ પર શો છે. નીચેની માહિતી વાંચો,  પ્રોફેસર સોમન અને ડો. સુનીલ કહારનો સંપર્ક કરો. તમારું મારા શોમાં સ્વાગત છે. !    

જો તમે મારા  શોમાં જોડવા કે તે યોજવા ઈચ્છા ધરાવતાં હોવ તો

please, call 94262 14800 to arrange my training shows, seminars and courses of public speaking      

એમ. એસ યુનિવર્સીટીના શો પ્રવેશ માટે સંપર્ક : પ્રો. એસ.એન. સોમન અને ડો.સુનીલ ડી. કહાર  વિષય : પાવરફુલ પબ્લિક સ્પીકિંગ તારીખ : ૩૦ માર્ચ ૨૦૧૭ સમય : બપોરે ૪.૩૦ કલાકે ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઇન્તાર્વ્યુંની તૈયારી કરતાં યુવાનો માટે ઉપયોગી. આ શો. એક દિવસની કોન્ફરન્સમાં યોજવામાં આવ્યો છે. પધારો.

show is at :  One day Conference on  META-FIESTA-2017

You are welcome to attend this show! 

Please, call Dr. Sunil  D. Kahar,Convener, META-FIESTA 2017 at (M): 91-09925020729 for more information.

Comments

Popular posts from this blog

મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ?

Using music and drama as a teaching tool /અભ્યાસમાં સંગીત અને નાટકનો ઉપયોગ

છોકરીઓ, કઈ કરિયરમાં વધુ સફળ અને સુખી થાય ? ( 61 કરિયરની યાદી)