પડછાયો અને પર્સનાલિટી
એક દિવસ પડછાયો, પર્સનાલિટી થઈ ગયો. કહે મને, "હું નથી કંઈ કાળી, ઉભી, લીટી, મારી તો છે આગવી પર્સનાલિટી મારા રૂપ અનેક, કૃષ્ણના હું કુળનો અને રામ જેવું રૂપ , મેં કેટલાય કંસને કચડ્યા , મેં મારા હાથે, રમતા રમતા કેટલાય રાવણને હણ્યા, ગામની ગોપીઓ મારી પાછળ ગાંડી થઈ ફરે, અને રાધાઓ રડે ચોધાર મારા વગર, એવો કરોડોમાં હું એક" હું તો કશુંય બોલ્યા વગર , તેની સામે ટગર ટગર જોઈ રહ્યો આ પડછાયો આટલીથી ન અટક્યો. કહેવા લાગ્યો "જીસસ મારા જીવનમાં પ્રગટે , ને મોહમ્મદ મને માર્ગદર્શન આપે છે, કબીર જેવા તો કેટલાય મને પૂછી પૂછીને કામ કરે " આ દુનિયાને મારા વગર એક ઘડીએ ન ચાલે, મારી આગળ પાછળ લોકોના ટોળા અનેક, હવે હું હેબતાઈ ગયો, થોડો ગુસ્સે પણ થયો, મને થયું કે આ પડછાયાને કંઈ કહું, તેને શાંતિથી સમજાવું કે ' ભાઈ, આટલો મોટો ઈગો કંઈ કામનો નહીં' પણ તેને કઈ કહું તે પહેલા લાઈટ ચાલી ગઈ, અને પડછાયો અદ્રશ્ય થઈ ગયો. નીરવ મને તમે અહીં મળી શકશો. https://maps.app.goo.gl/oS2SSF1X2TL5DEiH9