તમારી પ્રતિમા, (ઈમેજ) વિકસાવવા કરતા તમારી પ્રતિભા વિકસાવવા માટે કામ કરવું ૧૦૦૦ ઘણું સારું છે!
🔥 પ્રતિભા VS પ્રતિમા: તમે શેમાં રોકાણ કરી રહ્યા છો? લોકોને પ્રભાવિત કરવા અને "દેખાડો" કરવા પાછળના દોડધામથી સાવધાન! તમારા કારકિર્દીના મૂળ ને મજબૂત કરવા માટે પ્રતિભા (Talent/Skill) પર ધ્યાન કેન્દ્રિત કરવું શા માટે જરૂરી છે, તે જાણીએ. કચ્છથી મળેલો એક અગત્યનો બોધપાઠ તાજેતરમાં, કચ્છના માંડવી ખાતે લોહાણા સમાજ દ્વારા આયોજિત સરસ્વતી સન્માન સમારંભ માં મને યુવાનો સમક્ષ કારકિર્દીની પસંદગી પર બોલવાની તક મળી. મારું કામ પૂરું થયા પછી, મેં જ્યારે મારા કાર્યને "સમાજ અને કચ્છ મિત્ર દ્વારા સ્વીકારાયું" તેમ કહીને મારી ઈમેજ (પ્રતિમા) વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું, ત્યારે મને એક ગંભીર સત્ય સમજાયું. મારું કાર્ય લોકો સુધી પહોંચાડવું એ ખોટું નથી, પરંતુ જો મારું એકલું લક્ષ્ય માત્ર ઈમેજ બનાવવાનું બની જાય, તો મારું સમગ્ર જીવન અને મારી કારકિર્દી જોખમમાં મુકાઈ શકે છે. બાય ધ વે, માંડવીનો આ આખો પ્રોગ્રામનો વિડિયો રેકોર્ડ થયો છે અને youtubeમાં પ્રકાશિત થઈ ચૂક્યો છે. તેનો વિષય છે "કારકિર્દી કેવી રીતે પસંદ કરશો?" નીચેની લીંક ને ક્લિક કરવાથી આ વિડીયો જ...